વેરાવળમાં જૂના મનદુ:ખમાં યુવાન પર પાઇપથી હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળમાંઅગાઉનાં મનદુ:ખમાં યુવાન પર એક શખ્સે પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. પોલીસે હુમલો કરનાર શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વેરાવળનાં સીતારામ મંદિર પાસેથી રોનક ઘનશ્યામભાઇ દિવાન બાઇક પર જઇ રહયો હતો ત્યારે અગાઉનું મનદુ:ખ રાખી ઉદય કુહાડાએ તેની બાઇક રોકી પાઇપથી હુમલો કરી માર મારી ઇજા પહોંચાડી હતી. બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...