તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સનખડા ગામે વેલમાં બટેટા ઉગ્યા : લોકોમાં ભારે કુતૂહલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાનાંસનખડામાં ઘરની શોભા માટે વાવેલ વેલમાં કુદરતનો કરિશ્મા જોવા મળ્યો છે. અને વેલમાં બટેટા જોવા મળતા લોકોમાં કુતુહુલ સર્જાયું હતુ. અને જમીનમાં નાંખેલ બટેટાની સાથે વેલ ફુટી નિકળી હોવાથી બટેટા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સનખડાનાં મનુભાઇ પુંજાભાઇ ગોહિલ નામનાં ખેડૂતે પોતાનાં ઘર આંગણે શોભા માટે વેલ વાવી હતી. અને જે વેલમાં કુદરતી બટેટા દેખાતા ખેડૂતો પણ ચોંકી ઉઠયા હતા. અને વેલની અંદર બટેટા આવતા કૃષિ નિષ્ણાંતો માટે પણ સંશોધન વિષય બની ગયો છે. અને બાબતે ખેડૂતે જણાવ્યું હતુ કે કોઇએ જમીનમાં બટેટા નાંખતા તેનો છોડ વેલની સાથે ફુટી નિકળતા બન્યું હોય શકે.

શોભાની વેલમાં બટેટું ઉગેલું જોવા મળી રહ્યું છે. તસવીર- જયેશ ગોંધીયા

ખેડૂતે ઘર આંગણે શોભા માટે વાવી હતી વેલ

અન્ય સમાચારો પણ છે...