તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • સમીર વર્મા, પ્રણીત અને કશ્યપ મકાઉ ઓપનના બીજા રાઉન્ડમાં

સમીર વર્મા, પ્રણીત અને કશ્યપ મકાઉ ઓપનના બીજા રાઉન્ડમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકાઉ| હોંગકોંગઓપનના ઉપવિજેતા સમીર વર્મા, બી. સાઈપ્રણીત અને પેરાપલ્લી કશ્યપે મંગળવારે મકાઉ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. સાતમો ક્રમ ધરાવતો અેચએસ પ્રણય પહેલા રાઉન્ડમાં રિટાયર્ડ થઈને બહાર થઈ ગયો હતો. પ્રણય ચાઈનીઝ તાઈપેના ચુન વેઈ ચેન સામે પહેલી ગેમમાં 2-6થી પાછળ ચાલી રહ્યો હતો અને ત્યારબાદ તેણે મેચ છોડી હતી. હોંગકોંગ ઓપનમાં ફાઈનલ સુધી પહોંચેલા સમીરે ચેક રિપબ્લિકના મિલાન લુડિકને 33 મિનિટમાં 21-11, 21-16થી હરાવ્યો હતો. પ્રણીતે મકાઉના લેમ હોઉ હિમને માત્ર 19 મિનિટમાં 21-3, 21-8થી હરાવ્યો હતો જ્યારે કશ્યપને મલેશિયાના સિમ ગુઆઓ જેંગ સામે વૉકઓવર મળી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...