નોટ પ્રતિબંધને પગલે ગ્રોથ અંદાજ ઘટી 6.9 ટકા થયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીનાપગલે ફીચ રેટિંગ્સે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ 7.4 ટકાથી ઘટાડીને 6.9 ટકાનો કર્યો છે. ફીચે તે માટે એવું કારણ આપ્યું છે કે, ઇકોનોમિક એક્ટિવિટીમાં કામચલાઉ રુકાવટ આવી શકે છે. ઓક્ટોબર-ડિસેમ્બરના ક્વાર્ટર માટે દેશની આર્થિક પ્રવૃત્તિને રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો પાછી ખેંચાવાના કારણે રોકડ ખેંચ નડી શકે છે. કારણકે દેશની ચલણની નોટોના કુલ મૂલ્યમાં રૂ. 500ની નોટ્સનો હિસ્સો 86 ટકા જેટલો હતો. આરબીઆઇએ આટલો મોટો હિસ્સો ધરાવતી રૂ. 500ની નોટને અચાનક ચલણમાંથી પાછી ખેંચી લેતાં રોજિંદા વ્યવહારો ઠપ થઇ ગયા છે. તેના કારણે ફીચે 2016-17ના વર્ષ માટેનો જીડીપી ગ્રોથ રેટ અગાઉના 7.4 ટકાથી ઘટાડીને 6.9 ટકાનો કર્યો છે.

યુએસ સ્થિત રેટિંગ એજન્સીએ જોકે એમપણ જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19 માટેનો જીડીપી ગ્રોથ રેટ પણ 8 ટકા સામે ઘટાડીને 7.7 ટકાનો અંદાજાયો છે. જોકે, ધીરે ધીરે માળખાકીય સુધારાની પ્રોસેસના તબક્કાવાર અમલના કારણે ગ્રોથ રેટ વધવાની સંભાવના છે. બીજી તરફ સરકારી કર્મચારીઓના વેતનમાં 24 ટકા સુધીનો વધારો કરાયો હોવાથી લોકોની ખરીદશક્તિ વધતાં તેનો પણ ગ્રોથ રેટમાં ફાળો રહેશે. તેમ થતાં ડેટાની નબળાઇ વાતનો સંકેત આપે છે કે, મૂડીરોકાણમાં સુધારાની પ્રોસેસ થોડી ધીમી પડી શકે છે. ગ્લોબલ ઇકોનોમિક આઉટલૂક નવેમ્બરમાં એજન્સીએ જણાવ્યું છે કે, કરન્સી બાનના કારણે ભારતીય વપરાશકારો ખરીદી માટે હાથ ઉપર રોકડની તંગીનો અનુભવ કરી રહ્યા છે. એટલુંજ નહિં, ખૂડૂતોથી માંડીને વેપારીઓ સુધીની એક ચેઇન તૂટી ગઇ છે. જેના કારણે લોકો જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ ખેડૂતો ખાતર, બિયારણ તેમજ ખેતીના સાધનો ખરીદવામાં નાણાની તંગીનો સામનો કરી રહ્યા છે. નોટબંધીના કારણે ગ્રમિણથી લઇને શહેરી જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા સાથે લોકો બેન્કોમાં કલાકો સુધી લાઇનોમાં ઉભા રહેતા હોવાથી દેશની આર્થિક પ્રવૃત્તિઓમાં લગભગ રૂકાવટની સ્થિતિ સર્જાઇ છે. જોકે, શહેરી વિસ્તારોમાં લોકો કેશના બદલે ચેક્સ, ક્રેડિટ, ડેબિટ કાર્ડ, ઓનલાઇન બેન્કિંગ જેવી સુવિધાના વિકલ્પો દ્રારા પોતાની ધંધા વ્યવસાય તેમજ આર્થિક પ્રવૃત્તિઓને રાબેતા મુજબ કરવા કોશિશ કરી રહ્યા છે.

પોલિસી રેટમાં ઘટાડાની શક્યતા

આરબીઆઈએ2015થી અત્યાર સુધીમાં પોલિસી રેટ્સમાં 1.50 ટકાનો ઘટાડો કર્યો છે. છતાં બેન્કિંગ સેક્ટરની નબળી સ્થિતિના કારણે મોનેટરી ટ્રાન્સમિશનને અસર પડી છે. સાથે લો કોસ્ટ ફન્ડિંગ વધ્યું છે. બેન્કો હવે આરબીઆઇના પોલિસી રેટ સાથે સ્પેસ રાખીને ધિરાણ કરી રહી છે.થાપણો ઉપરના વ્યાજદરમાં ઘટાડો થવાની પણ એજન્સીએ ચીમકી ઉચ્ચારી છે.

બિઝનેસ સાઈકલ ટૂંક સમયમાં સામાન્યત: થશે

ફીચે પોતાના અહેવાલમાં એમપણ જણાવ્યું છે કે, કેશ ટ્રાન્ઝેકશન ટાળવા ઇચ્છતાં લોકો માટે કોઇ પ્રોત્સાહન નહિં હોવાથી તેઓ ડિજિટલ ટ્રાન્ઝેકશન તરફ વળી રહ્યા છે. સરકાર અને બેન્કો પણ ઇચ્છે છે કે, શક્ય હોય તેટલાં પ્રમાણમાં ડિજિટલ ટ્રાન્ઝેકશનનો વ્યાપ વધે.

2017-18 અને 2018-19 માટેનો જીડીપી ગ્રોથ રેટ પણ 8 ટકા સામે ઘટી7.7 ટકાના અંદાજનો ફિચનો અહેવાલ

અન્ય સમાચારો પણ છે...