તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • ચાંદલાની રકમ વૃદ્ધાશ્રમ અને વિકલાંગ બાળકોને અર્પણ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાંદલાની રકમ વૃદ્ધાશ્રમ અને વિકલાંગ બાળકોને અર્પણ કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનારનાંરઘુવંશી સમાજનાં ધીરજલાલ ગોવીંદજી લાખાણીએ પુત્ર દિવ્યેશનાં લગ્ન પ્રસંગની અનોખી રીતે ઉજવણી કરી હતી. પ્રસંગની પુર્વ સંધ્યાએ ભોજન સમારંભ યોજી તેમાં ગુપ્તપ્રયાગમાં આવેલ મુકતાનંદબાપુ સંચાલિત વૃધ્ધાશ્રમનાં વડિલો, ઊનાની મંદબૃધ્ધિનાં બાળકોની સંસ્થાનાં સંચાલક રામચંદ્રજી અને તમામ બાળકોને ખાસ આમંત્રિત કરી ચાંદલામાં આવેલ રકમમાં પરિવારે પોતાના તરફથી રૂા.1100 1100 ઉમેરી બંને સંસ્થાને રૂા.17,251 અર્પણ કર્યા હતાં. પરિવારની પ્રેરણાત્મક વિચારધારાને દરેકે આવકારી હતી. અન્ય લોકો માટે પણ દ્રષ્ટાંત પુરૂ પાડયું હતું.

લાખાણી પરિવારે બંને સંસ્થાને રકમ અર્પણ કરી. તસવીર- અરવિંદ સુચક

લાખાણી પરિવારે લગ્નની અનોખી ઉજવણી કરી

રાસની જગ્યાએ સત્સંગ

રાત્રે દાંડીયારાસની જગ્યાએ આર્ટઓફ લિવીંગનો સત્સંગ કાર્યક્રમ રાખેલ. જેમાં ભકિતગીતોની રમઝટ બોલાવી વિકલાંગ બાળકોને નચાવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો