તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટા સમઢીયાળાનાં સરપંચને દૂર કરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાષ્ટ્રીયઆયોગ પંચ ટીમનાં સદસ્ય રાજુભાઇ પરમાર, ડો.સુનિલ ભાઇ જાદવ અને તેમની ટીમે ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયકુમાર તેમજ અેસપી ચૌધરી સાથે બેઠક કરી હતી તેમજ જે વિડીયો વાયરલ થયો છે તેમાં બતાવેલા 30 થી 35 વ્યકિત સામે તાત્કાલીક પોલીસ એફઆઇઆર દાખલ કરવા અને તેની તાકીદે ધરપકડ કરવા જણાવ્યું હતું. દલિત પરિવાર પર આંતક મચાવનારા કયા ગૃપ અને સંસ્થાના હતા તે સંસ્થાઓ કયાં કયા છે તેની તપાસ કરી તેમની ઉગતી પ્રવૃતિને ડામી દેવી અને દાદાગીરી ચલાવી નહિ લેવા આદેશ કરાયો છે. ઉપરાંત કેસની ગંભીરતાને ધ્યાને લઇ સ્પેશીયલ કેસ ગણી તેમને અપાયેલ સહાય મળી છે તેમ નહિ પરંતુ આર્થિક સહાય પેકેજ આપવું તેમજ ચમાર દલિત સમાજ હવે વ્યવસાય નહિ કરે અને સમાજની ગંદકી દુર નહિ કરે તેમને સાથણીની જમીન આપી ધરથાળ પ્લોટ આપી સન્માનથી જીવી શકે તે માટે તેમનાં વ્યવસાય માટે રોજી રોટી મળી રહે તે માટેનું આયોજન કરવું તેવા આદેશ કર્યો છે.

ઉપરાંત પુર્વ આયોજીત કાવતરૂ છે અને 15 દિવસ પહેલા પરિવારને ધમકી અપાયેલ અને ષડયંત્ર ગણી વધારાની કલમો ઉમરેવી અને પોલીસની તપાસ સામે પીડીત પરિવાર દર્શાવેલ નારાજગી સામે તેમને ન્યાય મળે તેવા સંજોગોને ધ્યાને લઇ સ્પેશીયલ ટીમ તૈયાર કરી સમગ્ર બનાવની તપાસ કરાવી નયાય અપાવવો. મોટા સમઢીયાળા ગામનાં સરપંચની ભુમિકા પણ શંકાસ્પદ હોય તેની સામે કાર્યવાહી કરી તેને હોદાપરથી દુર કરવા અંગેની કાર્યવાહી કરવા ઉચ્ચ અમલદારો સાથે બેઠક કરી આદેશ કરાતા દલિત સમાજને ન્યાયની આશાઓ જાગી છે.

આયોગ પંચની ટીમે કલેકટર, એસપી સાથે બેઠક કરી. તસવીર- જયેશ ગોંધીયા

વિડિયોમાં દેખાતા 30થી 35 શખ્સો સામે ગુનો નોંધો : આયોગ પંચ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો