તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરક્ષકનાં નામે ગુંડાગીરી શરમજનક : પંચ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાતાલુકાનાં મોટા સમઢિયાળા ગામનાં ચાર દલિતો ઢોરનાં મૃતદેહ પરથી ચામડું ઉતારવાનું કામ કરતા હોય તેમને ગામનાં એક ખેડૂતની ગાય મૃત્યુ પામતા ગાયોનાં મૃતદેહ લઇ આવ્યા અને ત્યાં ગૌ હત્યાનાં આરોપસર તેમણે ચારેય દલીતોની પુછપરછ કરી અને વાહન સાથે બાંધીને માર્યા ત્યાંથી રસ્તામાં અન્ય એક જગ્યાએ ઉતારી માર્યા બાદ ઉના લઇ આવ્યા. ત્યાં ફરી રસ્તા પર વાહન સાથે બાંધીને લોકોની હાજરીમાં તેમને અમાનુષી રીતે માર્યા અને પોલીસ સ્ટેશને લઇ આવ્યા સામાન્ય સંજોગોમાં આવી ઘટના સ્થાનિક સમાચારો તરીકે ભુલાઇ ગઇ હોયત પણ ઘટનાની વિડીયો ક્લિપ સોશ્યલ મીડિયા પર ફરતી થતાં ભારે ઉહાપોહ મચી જતાં પોલીસને કાર્યવાહી કરવા ફરજ પડી ગૌરક્ષાનાં નામે ગુંડાગીરીની શરમજનક પરંપરા રાજકારણનાં ઉભરા સાથે પ્રકારની ગુંડાગીરીને રાજ્યાશ્રયની ધરપત કોણે આપીω તેઓ પ્રશ્નો રાષ્ટ્રીય આયોગનાં સભ્ય રાજુભાઇ પરમારે ઉઠાવી તેની તપાસ કરી આયોગ દ્વારા પીડીત પરીવારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરાશે.

રાષ્ટ્રીય અનુ. જાતિ આયોગનાં સભ્ય રાજુભાઇ પરમાર તેમની સાથે રાજકોટનાં પ્રોફેસર સુનિલભાઇ જાદવ તેમજ માજી ધારાસભ્ય પ્રવીણભાઇ મારૂં અને ઉના ધારાસભ્ય પુંજાભાઇ વંશને સાથે રાખી સર્વ પ્રથમ રાજુભાઇ પરમારએ રાજકોટ સારવાર મેળવતા દલીત પરીવારની મુલાકાત લઇ તેમની વ્યથા અને તેમને થયેલી ઇજા અંગેની જાણકારી મેળવી ખબર-અંતર પુછ્યા બાદ તેઓ ઉના તાલુકાનાં મોટા સમઢીયાળા ગામે દલીત પરીવારની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટના ક્રમની વિગતો મેળવી ઉના ખાતે પત્રકાર પરિષદ કરી હતી. તેમા રાજુભાઇ પરમારએ બનાવ અંગે ખુબ દુ:ખ વ્યક્ત કરી જણાવેલ કે, દલીતો ઉપર કેટલાક કહેવાતા ગૌરક્ષકો ગુંડા તત્વો દ્વારા સામૂહિક હુમલા કરવામાં આવે છે. ઉના તાલુકાનાં સમઢીયાળા ગામે દલીત પરીવાર પર પાંચ નહી પણ જે વિડીયો સોશ્યલ વિડીયો ફોટા ફરતા થયાં છે. તેમાં 30 થી 35 લોકો જોવા મળે છે. સંદર્ભમાં ફરિયાદમાં 7 શખ્સોની ધરપકડ કરાયેલ છે. દલીતો પર થયેલો હુમલો એક ષડયંત્રનો ભાગ હોય તેવું સ્પષ્ટ જાવા મળે છે. પોલીસે વિડીયો વાયરલ થયો છે. તેમાં માર મારતા તમામ લોકોને ભોગ બનનાર સામે લાવી બતાવી તેની ઓળખ કરી આવા લોકો સામે અલગ-અલગ જગ્યાએ બનેલા બનાવોનાં ગુના નોંધી ધરપકડ કરવા આયોગપંચ જણાવશે.

રાષ્ટ્રીય આયોગનાં સભ્ય રાજુભાઇ પરમારએ પોલીસની ભૂમિકા પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા અને દલીત પરીવાર પર અમાનુસીભર્યા અત્યાચાર ત્રણ અલગ-અલગ જગ્યાએ કરવામાં આવેલ છતાં તેનો ક્યાંય ઉલ્લેખ નથી. તપાસ સોંપવામાં આવેલ તે પણ ગુનેગારોને મદદ કરનારા લોકો હાથમાં હોય આવા સમયે અન્ય કોઇ અન્ય રાજ્યની એજન્સી દ્વારા તપાસ કરવા માંગણી કરાશે.

રાષ્ટ્રીય અનુસુચિત આયોગ પંચનાં સભ્ય રાજુભાઇ પરમારએ જણાવેલ કે અમારી તપાસ દરમિયાન મળેલ જાણકારી મુજબ દલીત પરીવાર બન્ને હાથ જોડી વિનંતી કરવા છતાં અને પોલીસનો 100 નંબર પર ફોન કરવા છતાં પોલી ગયાં પછી કહેવાતા શિવસેના અને ગૌરક્ષકનાં બોર્ડ મારી ફરતા ગુંડાઓએ પોલીસ સાથે રામ રામ કર્યા બાદ ઉના પીડીંત પરીવારોને લાવી અત્યાચાર થયો છતાં છોડાવી તેને દવાખાને પહોંચાડેલ નથી. તેવું જણાવી પોલીસ સ્ટેશનમાં આરોપી હોવા છતાં પોલીસએ તેને જવા દીધા હતા. આમ પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ હોય પોલીસ અને ગુંડાતત્વોની સાંઠ-ગાંઠનો ભાગ હોવાનું પ્રથમ દ્રષ્ટી દેખાય છે. બાબતે પંચ પીડીત પરીવારને મદદ કરવા અને ગુનેનારો સામે પગલા લેવા સરકારને ભલામણ કરાશે.

આયોગનાં સભ્યે પરિવારની મુલાકાત લીધી. તસવીર- જયેશ ગોંધીયા

રાષ્ટ્રીય આયોગપંચનાં સદસ્ય રાજુભાઇ પરમારએ જણાવેલ કે, ગૌરક્ષા કરવી તે સારી વાત છે. પવિત્ર પાણી છે, રક્ષા થાય પરંતુ ગૌરક્ષક નામે ગુંડાગીરી આચરી લોકો પાસે હપ્તા ઉઘરાવી તોડકરી અસામાજીક પ્રવૃતિ કરે છે. તેનો અહેવાલ સરકારને અપાશે. તેમજ આવી સંસ્થાઓ કોણે રચી છે અને કોણે નિમણુંક આપી છે. આવી સંસ્થાઓ સાથે જોડાયેલા સભ્યોનાં બ્રેક ગ્રાઉન્ડ શું છે તેની પણ ભૂમિકા તપાસ આવા લોકોને કોણ મદદ કરે છે. તેની કોલ ડીટેઇલ પણ મંગાવાશે.

વાહનોજપ્ત કરો

આયોગપંચ દ્વારા એવું જણાવેલ કે અમોને મળેલા એવીડેન્સને જોતા સમગ્ર બનાવ ષડયંત્ર ભર્યું છે અને 15 થી 20 મોટર સાયકલ અને અન્ય વાહન પણ ઘટના સ્થળે હતા. તેઓ પીડીત પરીવારએ જણાવેલ આવા વાહનોને કબજે લેવા અને સંસ્થાનાં વડાઓને બોલાવી તેમણે કોને કોને નિમણુંક આપી છે. તેની તપાસ કરવા પણ અહેવાલ રજુ કરાશે.

ગૌરક્ષક સાથે જોડાયેલ સંસ્થા સામે કાર્યવાહી કરાશે

ઉનાનાં સમઢીયાળાની અનુજાતિ રાષ્ટ્રીય આયોગનાં સદસ્યે મુલાકાત લઇ દલિત પરિવારની વ્યથા સાંભળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો