તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • દલિત પર અત્યાચારની ઘટનામાં પીઆઇ, મહિલા પોલીસ સસ્પેન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત પર અત્યાચારની ઘટનામાં પીઆઇ, મહિલા પોલીસ સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊનાનાંમોટાસમઢીયાળા ગામે દલિત પરિવાર પર અત્યાચારની ઘટનામાં અગાઉ બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા બાદ રવિવારે પીઆઇ અને મહિલા હે.કો.ને સસ્પેન્ડ કરી દેવાતા ચકચારી ઘટનામાં ચાર પોલીસ કર્મીઓનો ભોગ લેવાઇ ગયો છે. હજુ પણ વધુ કર્મીઓ પર તલવાર લટકતી હોય પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

ઊનાનાં મોટાસમઢીયાળા ગામે ગૌરક્ષકનાં નામે કેટલાક શખ્સોએ દલિત પરિવાર પર અમાનુષી અત્યાચાર આચરતાં તેનાં રાજય દેશભરમાં ઘેરા પડઘા પડયા છે. ઘટનામાં પોલીસની ભુમિકા સામે શંકાઓ ઉઠતા અને બનાવની ભારે નિંદા થયા પછી ગીર-સોમનાથ એસપી ચૌધરીએ થોડા દિવસ પહેલા હે.કો. કાનજીભાઇ ચુડાસમા અને પો.કો. હરદેવસિંહ પરમારને સસ્પેન્ડ કરી દીધા હતાં.

બાદમાં શનિવારે એસપી ચૌધરીએ ઊનાનાં પીઆઇ એન.યુ.ઝાલા અને સમઢીયાળા બીટનાં મહિલા હે.કો. કંચનબેનને સસ્પેન્ડ કરી દેતા ચકચારી ઘટનામાં અત્યાર સુધીમાં 4 પોલીસકર્મીઓનો ભોગ લેવાયો છે અને હજુ પણ વધુ પોલીસકર્મીઓ ઝપટે ચડે એવી સંભાવના છે. એસપીએ પીઆઇ સહિત 4 ને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

બનાવ વખતે પોલીસ કયાં હતી : આયોગ પંચ

આયોગનાંસભ્યે સમગ્ર ઘટના બન્યા બાદ ઊના પોલીસનાં અધિકારી અને પોલીસકર્મીઓ કયાં હતાં એવા વેધક સવાલો ઉઠાવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો