તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાંડના ઉત્પાદનમાં નોંધપાત્ર પ્રમાણમાં થયેલો ઘટાડો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રસાદે ચાલુ વર્ષે પણ ચિંતા જન્માવી છે. અડધો જુલાઈ પૂરો થઈ ગયો હોવા છતાં હજુ સુધી વાવણીલાયક વરસાદ થયો નથી. મોડે મોડે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને બાદ કરતા વરસાદ થઈ રહ્યો છે પરંતુ જોઈએ એવો થયો નથી. બધી પરિસ્થિતિ વચ્ચે શેરડી પકવતા ખેડૂતોનું વલણ ચિંતાજનક બની રહ્યું છે. થોડા સમય અગાઉ અહીં જણાવ્યુ હતુ કે, મોટા ભાગના ખેડૂતો શેરડીનું વાવેતર છોડીને કઠોળના ઉત્પાદન તરફ ગયા છે. પરંતુ હજુ સુધી તેમાં તેમને ચોક્કસ વળતર પ્રાપ્ત થયું નથી. એવુ મનાય છે કે, 2016-17માં ખાંડનું ઉત્પાદન 4 ટકા જેટલુ ઘટીને 232.6 લાખ ટન થશે તેમ મનાય છે. આગામી ઓક્ટોબર મહિનાથી નવી પીલાણ સિઝન શરૂ થઈ રહી છે. ઘટાડાનું કારણ મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક હિસ્સામાં પડેલા દુષ્કાળને પગલે ત્યાં શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. પરિણામે ખાંડનું ઉત્પાદન પણ ઘટશે. મહારાષ્ટ્ર તો દુષ્કાળથી પિડાય છે પરંતુ કર્ણાટકમાં પણ વખતે દુષ્કાળ અથવા તો ઓછો વરસાદ નોંધાવાને કારણે ત્યાં પણ શેરડીનું ઉત્પાદન વધી શક્યુ નથી. ચાલુ વર્ષે શેરડીનું એકરદીઠ ઉત્પાદન 5.5 ટકા જેટલુ ઘટ્યું છે. ગયા વર્ષે 52.84 લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર થયું હતું, જ્યારે ચાલુ વર્ષે તે ઘટીને 49.91 લાખ ટન પર પહોંચ્યુ છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન દ્વારા બહાર પડાયેલા આંકડાને કારણે ચિંતા ઊભી થાય તે જરૂરી છે. કારણે ખાંડનું ઉત્પાદન પણ 4 ટકા જેટલુ ઘટશે. અગાઉના વર્ષે 251 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. ચાલુ વર્ષે આંકડો ઘટીને 232 લાખ ટન પર આવી જાય તેમ મનાય છે. ખાંડનું ઉત્પાદન અને શેરડીમાં ઉત્તર પ્રદેશ ટોચ પર છે. ત્યારપછી મહારાષ્ટ્રનો વારો આવે છે. ઉત્તર પ્રદેશમાં સારો વરસાદ થવાને કારણે ચાલુ વર્ષે 23.35 લાખ હેક્ટરમાં શેરડીનું ઉત્પાદન થશે તેમ મનાય છે, પરિણામે ખાંડનું ઉત્પાદન પણ વધશે. પરંતુ સમસ્યા છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ ઘટવાને કારણે તથા છેલ્લા બે વર્ષથી તૈયાર ખાંડનો ભરાવો થઈ રહ્યો હોવાથી પુરવઠો મોટી માત્રામાં બજારમાં ઉપલબ્ધ છે આથી ભાવ પર પણ તેની અસર જોવા મળે છે.

ખેડૂતો જે કારણે શેરડી પકવવાથી વિમુખ થયા છે તેનુ કારણ છે કે, ખાંડના ઘટેલા ભાવ ઉપરાંત કઠોળ અને દાળના ઉત્પાદનમાં વળતર વધતુ જોવા મળે છે. આથી તેમને ખેતી કરવી ફાયદાકારક લાગી રહી છે. જોવાનું છે કે, જો વલણ જળવાઈ રહેશે તો આગામી બે - ત્રણ વર્ષમાં ખાંડની તંગી સર્જાય તેવી શક્યતા છે. શેરડીના ઉત્પાદનમાં તમિલનાડુ જેવા રાજ્યનો હિસ્સો ઘણો ઓછો છે. ચાલુ વર્ષે માત્ર 2.65 લાખ હેક્ટરમાં શેરડીનું ઉત્પાદન થશે.

બીજી બાજુ દેશભરમાંથી વાવેતરના જે આંકડા આવી રહ્યાં છે તેમાં ડાંગર અને દાળનું વાવેતર ઘણુ વધ્યુ હોવાનું મનાય છે. ચાલુ મહિનાની તા. 8 જુલાઈ સુધીમાં દાળનું વાવેતર વધીને 45.93 લાખ હેક્ટરનું થયું છે. ગયા વર્ષે સમયગાળા દરમિયાન માત્ર 36.44 લાખ હેક્ટરમાં દાળનું વાવેતર થયું હતું. બાબતમાં કર્ણાટક અગ્રેસર છે. ત્યારબાદ રાજસ્થાન, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશનો વારો આવે છે. કપાસની સ્થિતિ પણ અંત્યંત નબળી બની છે. કપાસનું વાવેતર 87.83 લાખ હેક્ટર પરથી ઘટીને 67.89 લાખ હેક્ટરનું થયું છે તેનું કારણ છે કે, કપાસના ઘટેલા ભાવ તથા માલનો ભરાવો થવાને કારણે ગયા વર્ષે ખેડૂતોને બહુ વળતર મળ્યું નહોતું. વળી, બી.ટી. કોટનનો હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે તેને કારણે પણ ખેડૂતો તેનાથી દૂર રહેવા માંગે છે. ગુજરાતમાં એક તબક્કે બી.ટી. કોટનનું પુષ્કળ વાવેતર થતુ હતું, એટલુ નહીં ખેડૂતોને વળતર પણ ઘણું મળતું હતું. પરંતુ છેલ્લા બે વર્ષથી કપાસના ઘટેલા ભાવ અને ઘટેલા વળતરને કારણે ખેડૂતો તેનાથી પણ વિમુખ થઈ ગયા છે. હકીકતમાં ખેડૂતોને સમયાંતરે હવામાન તથા જે તે પાકના માંગ પુરવઠાના આધારે કઈ ખેતી કરવી જોઈએ તે અંગે માહિતી અપાય તો કદાચ તેમને ઘણો ફાયદો થાય. પરંતુ યોગ્ય જાગૃતિને અભાવે તથા સરકારની બેદરકારીને કારણે ખેડૂતો બજારનો જોઈએ એટલો લાભ લઈ શકતા નથી. બીજી બાજુ ખેત મજૂરોની અછતને કારણે પણ ખેડૂતોને ઘણુ સહન કરવું પડે છે એટલુ નહીં મજૂરીમાં ઘણો પૈસો જતો રહેતો હોવાથી તેમને ઉત્પાદન કિંમત કરતા પણ ઓછી ઊપજ થાય છે.

(લેખક: કૃષિ નિષ્ણાત તથા વરિષ્ઠ પત્રકાર છે)

ચિંતા | શેરડી પકવતા ખેડૂતોનું વધી રહેલું ઉદાસીનભર્યું વલણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો