Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કાચા માલની ઝડપી તેજીથી ટેક્સટાઇલ તથા ગાર્મેન્ટને મોટી અસર : મિલોમાં ઉત્પાદન કાપ
ટન માર્કેટમાં આવેલી વેગીલી તેજીની લપેટમાં ફરી ટેક્સટાઇલ-ગાર્મેન્ટ માર્કેટ લપેટાઇ ગયો છે. છેલ્લા ત્રણ માસના અત્યંત ટુંકગાળામાં રૂના ભાવમાં આવેલા 60 થી 65 ટકા ઉછાળાના કારણે સ્પિનિંગ મિલોને મોટી નુકશાની પહોંચી રહી છે. દેશના મોટા ભાગના સ્પિનિંગ ઉત્પાદક રાજ્યોમાં સપ્તાહમાં એક અથવા બે દિવસ સ્પિનિંગ યુનિટ બંઘ રાખવાનો પણ સકેટરે નિર્ણય લીધો છે. છેલ્લા એક માસમાં યાર્નનું ઉત્પાદન પણ 25-30 ટકા ઘીમું પડ્યું છે. ગાર્મેન્ટ સેક્ટરમાં સારા દિવસો આવી રહ્યાં હતા ત્યાં ફરી કાચા માલની તેજીના કારણે અસર પડવા લાગી છે. સેક્ટર માટે એક સાંધેને તેર તુટે એવો ઘાટ છે. સરકાર દ્વારા નિકાસને વેગ આપવા માટે અનેક પ્રોત્સાહક જાહેરાતો કરાઇ છે પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય માલોની ઉંચી કિંમતોના કારણે વેપાર થઇ શકે તેમ નથી. ઉલટું અગાઉ ફોરવર્ડમાં નીચા ભાવથી જે એક્સપોર્ટરે વેપાર કર્યા છે તેમને મોટી નુકશાનીનો બોજ સહન કરવાની સ્થિતી સર્જાઇ છે.
નવ નિયુંક્ત ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની સેક્ટરને કેટલું પ્રાધાન્ય આપે છે તે જોવાનું રહ્યું કેમકે 2015-16ના વર્ષમાં નિકાસ વેપાર ઘટીને 36.25 અબજ ડોલરના રહ્યાં છે જે અગાઉના વર્ષે 37.14 અબજ ડોલરના રહ્યાં હતા. ગાર્મેન્ટની નિકાસમાં બાંગ્લાદેશ ભારતને પાછળ રાખી રહ્યું છે. બાંગ્લાદેશની સરકાર નિકાસને સૌથી વધુ મહત્વ આપી રહી છે. સરકારે તાજેતરમાં ટેક્સટાઇલ્સ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા 6000 કરોડના પેકેજની જાહેર કરી છે પરંતુ સેક્ટર આંતરરાષ્ટ્રીય બજારોમાં કદમ નહિં મીલાવી શકે ત્યાં સુધી તંદુરસ્ત રહેશે નહિં. સ્પિનિંગ માટે સાઉથની મિલો અને ખાસકરીને તામીલનાડુમાં સૌથી વધુ મિલો આવેલી છે પરંતુ મિલો કાચા માલની અછત અને ઉંચા ભાવના કારણે સપ્તાહમાં એક-બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
મહત્વની વાત તો છે કે દેશની મોટી મિલોમાંથી પેરિટીના અભાવના કારણે 586 મિલો બંધ થઇ ચૂકી છે. સેક્ટરમાં વધુ રોકાણને આકર્ષવા માટે સરકાર વિદેશી રોકાણકારોને લીલીઝંડી આપી છે પરંતુ સ્થાનિક ઉદ્યોગો પણ પેરિટીના અભાવે બંધ થઇ રહ્યાં છે. 2015-16ના વર્ષમાં કાપડનું ઉત્પાદન ઘટીને 2313 મિલિયન સ્ક્વેર મિટર રહ્યું હતું જે 14-15ના વર્ષમાં 2456 મિલિયન સ્કવેર મિટર રહ્યું હતું જોકે છેલ્લા પાંચ વર્ષની સરેરાશ જોતા 13-14માં રેકોર્ડ 2531 મિલિયન સ્કવેર મિટર રહ્યું હતું. નબળી નિકાસ, વેપાર કાપથી ઉત્પાદનને અસર પડી રહી છે.
વિવિધ પ્રોડક્ટની પ્રાઇસ
અસર|નીચા ભાવમાં ફોરર્વડ વેપાર કરનારને નુકસાની ક્યારે પૂરાશે?
આંતરરાષ્ટ્રીયસ્તરે ભારતીય રૂના ભાવ 10-15 ટકા પ્રિમિયમે ચાલી રહ્યાં છે ત્યારે વૈશ્વિક બજારમાં ભારતીય નિકાસકારો હાંફી જશે. મહત્વની વાત તો છે કે ફોરર્વડમાં એકાદ માસ પૂર્વે જે નિકાસકારોએ વેપારો કર્યા છે તેઓને મોટી નુકશાની સહન કરવાનો સમય આવ્યો છે. નબળા ઉત્પાદન છતાં આખી સિઝનમાં કાચા માલના ભાવ રૂા.28-33 હજારની રેન્જમાં રહ્યાં હતા. અને જ્યારે સ્ટોક તળીયા જાટક થઇ ગયો ત્યારે કાચામાલ (રૂ)ના 50000 ભાવ થઇ ચૂક્યા હોવા છતાં કોઇ વેચવાલ નથી. કોઇની પાસે માલ સ્ટોક નથી ? રૂની અણધારી તેજીમાં સ્પિનર્સ અને મિલર્સોનો ખો નિકળી ગયો છે. અત્યારે સ્પિનર્સો દ્વારા ઉત્પાદન કાપ આવી રહ્યો છે. વધુમાં તો નવી સિઝનમાં પણ કપાસ-રૂના ઉત્પાદનના અહેવાલો નીચા આવી રહ્યાં છે ત્યારે સેક્ટરમાં વેપાર કરવો વધુ કપરો બની જશે. ભારત નિકાસકાર દેશમાંથી આયાતકાર દેશ બની જાય તે દિવસો હવે દૂર નથી..!!
30 કાર્ડેડ વીવીંગ ~195-200
40કાર્ડેડ વીવીંગ ~210-220
30કોર્મ વીવીંગ ~218-223
40કોર્મ વીવીંગ ~232-237
10નંબર ઓઇ ~132-135
16નંબર ~142-148
20નંબરના ~155-160
30કાર્ડેડ નીટીંગ ~190-197
32નીટીંગ(નિકાસ) ~198-205
ટ્રેન્ડ|આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતમાં રૂના ઊંચા ભાવના નિકાસ ઓર્ડર નહીંવત્
ગ્રે માર્કેટના નબળા પ્રતિસાદના કારણે યાર્નની તેજીને સપોર્ટ નહીં
રૂ બજારમાં આવેલી ઝડપી તેજીના કારણે યાર્નમાં ભાવ છેલ્લા બે માસમાં 15 ટકા સુધી વધ્યા હોવા છતાં યાર્ન ઉત્પાદકોને પેરિટી નથી કેમકે ગ્રે માર્કેટમાં નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યાં સુધી ગ્રે માર્કેટનો સપોર્ટ નહિં મળે ત્યાં સુધી યાર્નમાં મોટી તેજી થવી મુશ્કેલ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના ઉંચા ભાવના કારણે મિલો આયાત કરવા લાગી છે.