તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ચૂંટણીલક્ષી માહોલથી ગાર્મેન્ટમાં મોદી કોટી ફેમસ : લગ્ન પોંગલના તહેવારોથી રોનક

ચૂંટણીલક્ષી માહોલથી ગાર્મેન્ટમાં મોદી કોટી ફેમસ : લગ્ન - પોંગલના તહેવારોથી રોનક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટણી લક્ષી માહોલ ગુજરાતમાં જામી રહ્યો છે તેનો સપોર્ટ ગાર્મેન્ટ સેક્ટરને મળી રહ્યો છે. રેડીમેડ ગાર્મેન્ટમાં અત્યારે મોદી કોટીનું સૌથી વધુ ચલણ જોવા મળી રહ્યું છે. નાનાથી મોટા અને યુવા કાર્યકર્તાઓમાં મોદી કોટીની મોટા પાયે ડિમાન્ડ આવી રહી છે. મોદી કોટી 500 થી 5000 સુધીની રેન્જમાં વેચાઇ રહી છે. વેપારને વેગ મળતા સેક્ટરને જોબવર્ક મળવા લાગ્યું છે જેના પરિણામે ગાર્મેન્ટ-ટેક્સટાઇલ સેક્ટર ફરી રિવાઇવલ થવા લાગ્યો છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે નારાજગી દર્શાવેલા સેક્ટરને જીએસટીમાં આંશીક રાહતો આપી વેપારને વેગ આપવાના પ્રયત્નો કરાયા છે. જીએસટી દરમાં ઘટાડો કરાતા, રિવર્સ મિકેનીઝમ દૂર કરી દેવામાં આવી છે તેમજ રિફંડની પ્રોસેસ ઝડપી કરાશે તેવી જાહેરાતથી વેપારને વેગ મળી રહ્યો છે. ચૂંટણીને બાદ કરતા અત્યારે લગ્નગાળાની ખરીદી સારી માત્રામાં થઇ રહી છે. ઉપરાંત આગામી સમયગાળામાં પોંગલના તહેવારોને કારણે સાઉથ લાઇનમાં વેપારો ખુલ્યા છે. સાઉથમાં હજુ એકાદ પખવાડીયા સુધી મોટા પાયે વેપાર થશે તેવું અંદાજાઇ રહ્યું છે. નિકાસકારોને રિફંડ સ્તવરે મળી જશે તો અત્યારે મિડલ ઇસ્ટમાં મોટા પાયે ડિમાન્ડ આવી રહી છે પરંતુ અગાઉના રિફંડ અટવાઇ પડ્યા હોવાથી નિકાસ વેપારો કામચલાઉ ધોરણે અટકી ગયા છે. ગાર્મેન્ટ-ટેક્સટાઇલ સેક્ટરમાં દેશમાં ગુજરાતમાં સેક્ટરમાં ઝડપી વૃદ્ધિ થશે. એટલું નહિં વેપારને વેગ મળતા નોટબંધી અને જીએસટીથી સેક્ટરમાં નવું રોકાણ આવવાનું હતું તે અટકી ગયું છે તે ઝડપી બનશે. ટેકસ્ટાઇલ મીલો- ગાર્મેન્ટ ઉત્પાદકો પણ વિસ્તરણનો પ્લાન ઘડવા લાગ્યા છે. દેશ-વિદેશની ટોચની બ્રાન્ડેડ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુકતા દર્શાવી રહી છે. ડેનિમની માગ ઉત્તરોત્તર વધી રહી હોવાના કારણે વિશ્વમાં ગુજરાતનું ડેનિમ પ્રખ્યાત બન્યું છે જેનો સીધો લાભ જોબવર્ક કરનારને મળશે. mandar.dave81@gmail.com

ગ્રે માર્કેટની મજબૂતીથી યાર્ન ઉત્પાદકોને સપોર્ટ મળ્યો

લાંબાસમયગાળા બાદ યાર્ન ઉત્પાદકો તેમજ જોબવર્ક કર્તાઓને કામ મળવા લાગ્યું છે. લગ્નગાળા તથા પોંગલના તહેવારોની મોટા પાયે માગ ખુલતા ઓર્ડરો મળવા લાગ્યા છે. ગ્રે માર્કેટમાં ભાવ ઉંચકાતા યાર્નમાં પણ મજબૂતી જોવા મળી છે. રૂના ઉત્પાદનમાં વઘારો થવાના અહેવાલો છે છતાં હજુ કાચા માલની કિંમતોમાં ઘટાડો આવ્યો નથી. જો કાચા માલની કિંમતો નીચી આવે તો ઉત્પાદકોને પેરિટી બેસવા લાગે તેમ છે.

વિવિધ વીવિંગ પ્રોડક્ટની પ્રાઇસ

30 કાર્ડેડ ~183-187

40કાર્ડેડ ~200-203

30કોર્મ વીવિંગ ~192-200

40કોર્મ વીવિંગ ~217-220

10નંબર ઓઇ ~110-115

16નંબર ઓઇ ~125-132

20નંબરના ઓઇ ~140-145

30કાર્ડેડ નિટિંગ ~175-180

32નિટિંગ(નિકાસ)એક્સમિલ ~180-188

ફાયદો|GSTમાં રાહતથી વેપારો પુન:સ્થાપિત થયા, પોંગલના તહેવારોની સાઉથના વેપાર ખૂલ્યા

અન્ય સમાચારો પણ છે...