• Gujarati News
  • શ્રીનિને સમર્થન, 17મી ડિસેમ્બરે AGM

શ્રીનિને સમર્થન, 17મી ડિસેમ્બરે AGM

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમકોર્ટ દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિ દ્વારા ક્લીનચીટ મેળવનાર એન. શ્રીનિવાસનને બીસીસીઆઇ દ્વારા તમામ સમર્થન આપવામાં આવ્યું છે અને બોર્ડ પોતાની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) 17મી ડિસેમ્બરે યોજશે. બોર્ડની ઇમરજન્સી બેઠકમાં નિર્ણય લેવાયો હતો અને તેમાં તમામ સભ્યોએ આઇપીએલ સીઓઓ સુંદર રમણને પણ સમર્થન આપ્યું છે. જસ્ટિસ મુદ્ગલ સમિતિના તપાસ રિપોર્ટમાં એવું જણાવાયું છે કે સુંદર રમણ બુકીઓના સંપર્કમાં રહેતો હતો. બીસીસીઆઇએ યાદીમાં જણાવ્યું હતું કે બોર્ડની 85મી એજીએમ અગાઉના નિર્ધારિત કાર્યક્રમ મુજબ 20મી નવેમ્બરે યોજાવાની હતી પરંતુ વર્કિંગ સમિતિએ બેઠકને કેટલાક સમય માટે સ્થગિત કરી દીધી હતી અને હવે બેઠક ચેન્નાઇ ખાતે 17મી ડિસેમ્બરે સવારના 11:30 વાગ્યાથી શરૂ થશે. બોર્ડના સભ્યોના સમર્થનના કારણે શ્રીનિવાસનનું પ્રમુખપદે પાછા ફરવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.

બીસીસીઆઇએ જણાવ્યું હતું કે શ્રીનિવાસનની સામે કરાયેલા આક્ષેપો બોર્ડના કાર્યમાં અંતરાય ઊભો કરવા માટેના હતા. મદગલ સમિતિના ફાઇનલ રિપોર્ટની સમિતિના સભ્યોએ સમીક્ષા કરી છે અને શ્રીનિવાસન કોઇ પણ પ્રકારના આક્ષેપોમાં દોષિત માલૂમ પડ્યા નથી. તેમની સામેના આક્ષેપો બિનપાયાદાર સાબિત થયા છે અને સુંદર રમણે પોતાની સામે થયેલા તમામ આક્ષેપો વાહિયાત છે તેવા પુરાવા પણ રજૂ કરીને બોર્ડના સભ્યોનો વિશ્વાસ હાંસલ કરી લીધો છે.