તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરાવળમાં 500-1000ની નોટ- બંધીનાં વિરોધને લઇ ચક્કાજામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારનાનોટબંઘીના નિર્ણયનાં લીઘે સમગ્ર દેશમાં સામાન્ય અને મઘ્યમ વર્ગના લોકો સાથે વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહયા છે અને સરકાર રોજ નવા નવા પરીપત્રો જાહેર કરી રહયા હોવાથી અરાજકતાભરી સ્થિતિ નિર્માણ થતી હોવાથી વિપક્ષ દ્વારા વિરોઘ દર્શાવી સરકાર સામે વિરોઘ પ્રદર્શનના કાર્યક્રમો આપી રહેલ છે. જેના ભાગરૂપે શુક્રવારે બપોરે બાર વાગ્યે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઇ બારડ, મહીલા કોંગ્રેસ પ્રમુખ ઉષાબેન કુસકીયાની આગેવાની હેઠળ હીરાભાઇ રામ, હીરાભાઇ જોટવા, જયકરભાઇ ચોટાઇ, ભગુભાઇ વાળા, કોડીનારથી પિન્ટુ બારડ, મોહનભાઇ વાળા, બાલુભાઇ ચુડાસમા, ઉનાથી રામભાઇ ડાભી, રુડાભાઇ શીંગોડ, બેનાબેન વાઢેર, તાલાલાથી ડી.બી.સોંલકી, દેવાયતભાઇ વાઢેર, કીરીટભાઇ કમાણી, રામસીભાઇ પરમાર, સુત્રાપાડાથી પ્રતાપભાઇ જાદવ, ગોંવિદભાઇ પંપાણીયા સહિતનાં આગેવાનો અને કાર્યકરોએ બહોળી સંખ્યામાં એકત્ર થઇ એસ.ટી સ્ટેન્ડ બહાર બસો રોકી દસ મિનીટ સુધી ચકકાજામ કરી દેતા પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહીત 2૦૦ આગેવાનોની અટકાયત કરી હતી.

પોલીસે 200થી વધુ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા એસટી સ્ટેશન બહાર બસો રોકી દેવાઇ

અન્ય સમાચારો પણ છે...