નવાબંદરનાં દરિયામાંથી બે બોટ, ખલાસીને દબોચી લીધા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાબંદર મરીન પોલીસ દ્વારા સાગર કવચ સુરક્ષા અંતર્ગત ગુરૂવારે રાત્રે નવા બંદરથી મુળ દ્વારકા સુધી 40 નોટીકલ માઇલ દરિયામાં મોકડ્રીલ યોજાઇ હતી. અને બે અજાણી બોટને પકડી પાડી દરિયાઇ સુરક્ષા જડબેસલાક હોવાની પ્રતિતિ કરાવાઇ હતી.

અંગેની મળતી માહિતી મુજબ નવાબંદર મરીન પોલીસ અધિકારી ડી.આર.પઢેરીયા અને પોલીસ કર્મચારીઓ દ્વારા એસ.પી. અને નાયબ પોલીસ અધિકારીની સુચના અનુસાર દરિયાઇ કાંઠાનાં વિસ્તાર મુળ દ્વારકાથી 40 નોટીકલ માઇલ દુર મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં ધામળેજ તરફથી આવતી બોટ અને 4 આંતકવાદીઓને હથિયાર સાથે પકડી લેવામાં આવ્યા હતા. અને પોલીસ દરિયાઇ સુરક્ષા મુદે કેટલી સતર્ક છે તેની ખાત્રી કરાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ દરિયાઇ સુરક્ષાને લઇને પોલીસે પેટ્રોલીંગ સઘન બનાવી દીધી છે. ત્યારે દરિયાઇ પટ્ટી વિસ્તારમાં મોકડ્રીલ તરીકે પોલીસ સુરક્ષાની બાબતોને સજાગ કરી રહી છે.

40 નોટીકલ માઇલનાં અંતરે મોકડ્રીલ યોજાઇ

મરીન પોલીસ દ્વારા સાગર સુરક્ષા કવચ અંતર્ગત

અન્ય સમાચારો પણ છે...