• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • મ્યુ. ફંડોએ 147 લાખ કરોડનું મૂડીરોકાણ બેન્ક શેરોમાં કર્યું

મ્યુ. ફંડોએ 147 લાખ કરોડનું મૂડીરોકાણ બેન્ક શેરોમાં કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનનાઅંત સુધીમાં મ્યુ્ચ્યુઅલ ફંડ મેનેજરોએ બેન્ક શેરોના સસ્તા મૂલ્યાંકનને કારણે તેજીમય વલણ જાળવી રાખતાં બેન્કિંગ ક્ષેત્રે તેમણે રૂ. 147 લાખ કરોડની ફાળવણી કરી હતી, જે ઓલ ટાઇમ ઊંચી સપાટીએ હતી. અત્રે નોંધનીય છે કે મ્યુચ્યુઅલ ફંડો બેન્ક શેરોમાં છેલ્લા મહિનાથી લેવાલ રહ્યા છે. ફંડોએ જૂન, 2016 સુધીમાં રૂ. 93,885 કરોડના બેન્ક શેરોની ખરીદી કરી હતી. ફંડ મેનેજરો માટે બેન્કિંગ ક્ષેત્ર સૌથી વધુ પસંદગીનું ક્ષેત્ર રહ્યું હતું. ફંડ મેનેજરોનું માનવું છે કે બેન્ક શેરો હાલ સસ્તા મૂલ્યાંકનથી મળી રહ્યા છે અને કોર્પોરેટ ધિરાણ વધશે એમ તેમનું મૂલ્ય વધશે. ઉપરાંત તેમનું માનવું છે કે બેન્કોની એનપીએ (નોન-પર્ફોર્મિંગ એસેટ)ની સમસ્યા જલદી હલ થઈ જશે. નિષ્ણાતોનું પણ માનવું છે કે આગામી મહિનાઓમાં બેન્ક શેરો સતત કેન્દ્રમાં રહેશે, કેમ કે બજાર નિયામક સેબીએ ગયા મહિને તણાવગ્રસ્ત એસેટ સાથે લિસ્ટેડ કંપનીઓના રિસ્ટ્રક્ચરિંગ ના ટેકઓવરના નિયમો સરળ બનાવવાનો નિર્ણય લીધો હતો. રોકાણકારો માટે ફરજિયાત ઓપન ઓફર કરવાના નિયમને શેરહોલ્ડરોની મંજૂરી અને કેટલીક અન્ય શરતો સાથે હળવો કરવામાં આવશે. સરકાર અને રિઝર્વ બેન્ક બેન્કોની બેડ લોનની સમસ્યા હલ કરવા માટે ભારે પ્રયાસ કરી રહ્યા છે. માટે સરકારે આરબીઆઇને વધુ સત્તાઓ આપી છે. જોકે બેન્કોની એનપીએ રૂ. આઠ લાખ કરોડ જેટલી છે. ઓવરઓલ ઈક્વિટી ફંડોએ જૂન, 2017ન અંત સુધીમાં રૂ. 1,46,861 કરોડના બેન્ક શેરો લીધા હતા, જે અગાઉના મહિનાના રૂ. 1,43,704 કરોડની સરખામણીએ વધુ હતા, એમ સેબીના તાજા જાહેર થયેલા ડેટામાં જણાવવામાં આવ્યું હતું. બેન્ક શેરો પછી ઈક્વિટી ફંડ મેનેજરોએ ફાઇનાન્સ શેરોમાં તેમનું રોકાણ રૂ. 53,186 કરોડ કર્યું હતું. ત્યાર બાદ તેમણે સોફ્ટવેર (રૂ. 43,949 કરોડ), કન્ઝ્યુમર ડનોન ડ્યુરેબલ્સ (રૂ. 43,733 કરોડ અને ઓટો (રૂ. 42,405 કરોડ) શેરોમાં મૂડીરોકાણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...