• Gujarati News
  • ગીરગઢડાનાં નાનાસમઢીયાળામાં ઊનાળાનાં પ્રારંભે જળસંકટ

ગીરગઢડાનાં નાનાસમઢીયાળામાં ઊનાળાનાં પ્રારંભે જળસંકટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડાનાંનાનાસમઢીયાળા ગામે ઊનાળાનાં પ્રારંભ સાથે ગ્રામજનોમાંથી પીવાના પાણીનાં પોકાર ઉઠયા છે.

ગીરગઢડાનાં નાના સમઢીયાળા ગામે બે ડંકી હોય જેમાં પાણી ડુકી જતાં ઊનાળાનાં પ્રારંભે પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. કલાકો સુધી ડંકી સિંચ્યા બાદ માંડ એક બેડુ ભરાય છે. ડંકી બગડી જાય તો મહિલાઓ અને બાળકોને દુર- દુર સુધી પાણી મેળવવા જવું પડે છે અને નર્મદાનાં નીરનાં કોઇ ઠેકાણા હોય પાણી માટે કલાકો સુધી કતારમાં ઉભા રહેવું પડતું હોવાનો મહિલાઓમાંથી આક્રોશ ઉઠયો છે. ગ્રામ પંચાયતનાં સત્તાધિશો પાણી પુરૂ પાડવા નિષ્ફળ ગયા હોવાનું ગ્રામજનો કહી રહયાં છે. અવેડાઓ પણ ખાલીખમ હોય માલઢોરને પણ પ્યાસ બુઝાવવા જયાં ત્યાં ભટકવું પડી રહયું છે. રાવલ ડેમનું પાણી પણ કુવામાં આવતું હોવાથી ગંભીર જળસંકટ જોવા મળી રહયું છે. શાળનાં સમય દરમિયાન પણ બાળકોને પાણી ભરવા દુર સુધી જવું પડે છે. હજુ તો ઉનાળાનો પ્રારંભ છે ત્યાં સ્થિતિ હોય આગામી દિવસો કેવા વિકટ બનશે અને પાણી ક્યાંથી આવશે લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. વાસ્મો યોજનાનું કામ શરૂ ગયું નથી બીજી તરફ નર્મદાનાં સંમ્પમાંથી પાણીનો બગાડ થઇ રહ્યો છે.

આજીવિકા માટે મજુરીએ જવું કે પાણી માટે જયાં ત્યાં ભટકવું એવો આક્રોશ વકતુબેને ઠાલવ્યો હતો. જો કલાકો સુધી પાણીની વાટ જોઇએ તો મજૂરીએ કેવી રીતે જવું ?

પાણી માટેલોકો અને માલઢોરને ભટકવું પડી રહયું છે. કોણ પાણી આપશે તેનો જવાબ સરપંચ પણ આપતા નથી એમ ગ્રા.પં. સદસ્ય નારણભાઇએ જણાવ્યું હતું.

મને પગનોદુ:ખાવો છે, તબિયત સારી રહેતી નથી છતાં પાણી માટે ઉભવુ પડે છે એમ ધાનીબેને જણાવ્યું હતું.

પાણી ભરવા કતારમાં ઉભુ છું પણ કયારેય વારો આવતો નથી એમ ધો.3 માં અભ્યાસ કરતી નિધીએ જણાવ્યું હતું.

મજુરીએ જવું કે પાણી ભરવું

પાણી કોણ આપશે ?

દુ:ખતા પગે ઉભવંુ પડે છે

મારો વારો આવતો નથી

વાસ્મોમાં નાણાં ભર્યા, નર્મદા નીરથી વંચિત

પાણી ભરવા માટે મહિલાઓ બાખડી

વાસ્મો યોજનામંજૂર થયાને ત્રણ માસ થઇ ગયા છે. ઘર દીઠ 1 હજાર લેખે 3 લાખ ભર્યા પછી પણ પાઇપ લાઇનનું કામ શરૂ થયું નથી. નર્મદાનાં નીરથી વંચિત લોકો પૈસા લેવા મારા ઘરે આવતા હોય હું બહાર નિકળી શકતો નથી એમ સરપંચ ધીરૂભાઇ ગજેરાએ જણાવ્યું હતું.

સીમમાં આવેલએક માત્ર ડંકી પરથી કલાકોથી કતારમાં ઉભેલી મહિલાઓ વારા માટે સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી બાખડી પડી હતી. તસ્વીર/ જયેશ ગોંધીયા