તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાંટવડમાંથી 16 લાખની ખનીજ ચોરી ઝડપાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનારનાંઘાંટવડમાં ખનીજ ચોરી અટકાવવા ડેપ્યુટી કલેક્ટર ત્રાટક્યા હતા. ખુબીની વાત છે કે, હજુ 5 દિ’ પહેલાં ખનીજ વિભાગે જ્યાં દરોડો પાડ્યો હતો ત્યાંથીજ ડેપ્યુટી કલેક્ટર લીંબાસીયાએ 6 ચકરડી કબ્જે કરી છે. પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ, ખનીજ ચોરીની રૂ. 16 લાખથી વધુ થવા જાય છે.

ઘાંટવડ ગામે ગત તા. 2 સપ્ટે.નાં રોજ ગૌચરમાં સર્વે નં. 305/159 ઉપર ખાણ ખનીજ વિભાગે પાડેલા દરોડા વખતે ખનીજ માફીયાઓ ચકરડી લઇને ભાગી છૂટ્યા હતા. જોકે, ખાણી ખનીજ વિભાગનાં રવિ કે. મિસ્ત્રી દ્વારા 5 શખ્સો વિરૂદ્ધ કોડીનાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં જયેશ બારડ, દેવળીવાળાએ રૂ. 1,62,888ની કિંમતનો 617 મે.ટન લાઇમ સ્ટોન, પરમ વિરમ દાસાએ રૂ. 2,84,592 ની કિંમતનો 1078 મે. ટન, ભીમા વલ્લભભાઇ ખુંટ (જામવાળા) અને હરીભાઇ નોંઘણભાઇ જાદવે રૂ. 5,72,888ની કિંમતનો 2170 મે. ટન, વડાલા ગિરનાં બોદુ સુમારએ રૂ. 6,18,288 ની કિંમતનો 342 મે. ટન મળી કુલ રૂ. 16,38,648 ની કિંમતનાં 6,207 મે.ટન લાઇમ સ્ટોનની ચોરી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તપાસ પીએસઆઇ ખાચર ચલાવી રહ્યા છે. 5 દિવસ પહેલાં ભૂસ્તરવિભાગે પાડેલા દરોડા બાદ માપણી કરી આજે ફરિયાદ નોંધાવાઇ છે. દરમ્યાન એજ ગૌચરનાં બે ખાડામાં બે દિવસથી 3-3 ચકરડી મૂકી 2 હેવી જનરેટરથી ચલાવવામાં આવતી હતી. તેના પર આજે ઉના ડેપ્યુટી કલેક્ટર લીંબાસીયાએ સ્ટાફ સાથે પહોંચી તમામ 6 ચકરડી અને 2 જનરેટર કબ્જે કર્યા હતા. સરંજામ કોડીનાર પોલીસ મથકમાં જગ્યા હોવાથી ગિરગઢડા ખાતે લઇ જવાયો હતો.

હજુ 5 દિવસ પેલાં જ્યાં ખાણ ખનીજે દરોડો પાડેલો ત્યાંજ ચકરડી ધમધમતાં ડેપ્યુટી કલેક્ટર ત્રાટક્યા

ખાણ ખનીજને જાણ કરી પણ કોઇ આવ્યું નહીં

ડે.કલેક્ટર લીંબાસીયાએ દરોડો પાડીને 6 ચરકડી-જનરેટર કબ્જે કર્યા. અને ભૂસ્તર વિભાગને જાણ કરી. પરંતુ એકપણ અધિકારી ફરક્યા નહોતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો