તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ભાગલાવાદીઓનેઅલગ..... કાશ્મીરમાંશાંતિ સ્થાપવાના પ્રયત્નો નિષ્ફળ રહ્યા બાદ જમ્મુ કાશ્મીર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાગલાવાદીઓનેઅલગ..... કાશ્મીરમાંશાંતિ સ્થાપવાના પ્રયત્નો નિષ્ફળ રહ્યા બાદ જમ્મુ-કાશ્મીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાગલાવાદીઓનેઅલગ.....

કાશ્મીરમાંશાંતિ સ્થાપવાના પ્રયત્નો નિષ્ફળ રહ્યા બાદ જમ્મુ-કાશ્મીર મુદ્દે બુધવારે દિલ્હીમાં ફરી સર્વપક્ષીય બેઠક યોજાઇ. સંસદ ભવન પરિસરમાં ગૃહપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક થઇ. જમ્મુ-કાશ્મીર માટેના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે કહ્યું કે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ મુદ્દે કોઇ સમાધાન થઇ શકે નહીં. બેઠકમાં કાશ્મીરની વર્તમાન સ્થિતિની સાથે સાથે અલગતાવાદીઓને લઇને સરકારના ભાવિ પગલાં અને રણનીતિ અંગે પણ ચર્ચા થઇ. અલગતાવાદીઓને અલગ પાડી દેવાની યોજના હોવાના પણ અહેવાલ છે. બીજી તરફ પાકિસ્તાનમાં ભારતના હાઇ કમિશનર ગૌતમ બંબાવલે સાથે થયેલા ગેરવર્તન સામે ભારતે વિરોધ વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે બુધવારે પાકિસ્તાની હાઇ કમિશનર અબ્દુલ બાસિતને હાજર થવા ફરમાન કરીને બંબાવલે મામલે વિરોધ નોંધાવ્યો હતો. અઠવાડિયા જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જઇ આવેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે બુધવારે કેન્દ્ર તથા રાજ્ય સરકારોને તમામ પક્ષકારો સાથે વાતચીત કરવા કહ્યું અને સાથે બાબત પર પણ ભાર મૂક્યો કે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ મુદ્દે કોઇ સમાધાન કરી શકાય નહીં.

પ્રતિનિધિમંડળે બેઠક બાદ સર્વસંમતિથી જારી કરાયેલા એક નિવેદનમાં રાજ્યના લોકોને હિંસાનો માર્ગ છોડવાની અને મંત્રણાના માધ્યમથી તમામ પ્રશ્નોના ઉકેલની અપીલ કરી હતી. હુર્રિયત કોન્ફરન્સ સહિત અલગતાવાદીઓ તરફ કોઇ ઇશારો કર્યા વિના નિવેદનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને તમામ પક્ષકારો સાથે વાતચીત માટેના પગલાં ભરવા કહેવામાં આવ્યું હતું.

મહિલાASI સહિત.....

11જુલાઈએ મૃત ગાયનું ચામડું ઉતારતા દલિત યુવકોને કેટલાક તત્ત્વોએ અમાનુષી રીતે માર માર્યો હતો. સતત 4 થી 5 કલાક સુધી ચાલેલા જઘન્ય કૃત્ય વખતે ઉના પોલીસ સ્ટેશનના ઉપરોક્ત પોલીસકર્મીઓએ આરોપીઓ સામે કોઈ પગલાં ભરી ફરજમાં બેદરકારી દાખવી હતી. ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા 3 કિશોર સહિત કુલ 43 આરોપીની ધરપકડ કરાઈ છે જ્યારે બે આરોપી જયરાજસિંહ ગોહિલ અને દીલુભા ગોહિલ ભાગેડુ છે.

પોકેમોનપર ભારતમાં.....

મોબાઇલમાંજીપીએસ તેમજ કૅમેરા સિસ્ટમ મારફતે બેટલ અને ટ્રેનથી પોકેમોન પકડવાના હોય છે. ગેમમાં ધાર્મિક સ્થાનમાંથી ઈંડાં પકડવાની રમત છે. હિંદુઓમાં ઈંડાંને ધાર્મિક સ્થળે લઈ જવાનો પ્રતિબંધ છે. જોકે ગેમમાં જાણી જોઇને આવા ઇંડાને ધાર્મિક સ્થળમાં દર્શાવવામાં આવી રહ્યા છે. ભારતમાં 3 હજાર વર્ષથી હિંદુ ધર્મ અને તેના રીતરિવાજોનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવે છે. ભારતમાં મંદિરોનું બાંધકામ ચોક્કસ ધાર્મિક અનુષ્ઠાન દ્વારા કરવામાં આવે છે. ગેમના નામે રીતે ધાર્મિક સ્થળમાં અગણમો પેદા કરતી પ્રવૃત્તિ કરવામાં આવે છે.

રાહુલનોરોડ શો.....

અનેમોદી મસ્ત છે. ખાટલા લૂંટની ઘટના અંગે કહ્યું કે ખેડૂતો ખાટલા લઈ ગયા તો તેમને ચોર, માલ્યા જેવો ઉદ્યોગપતિ ભાગી ગયો તો ડિફોલ્ટર કહેવાય છે.મોદી ક્યારેક ઈંગ્લેન્ડ જાય છે ક્યારેક ચીન તો ક્યારેક જાપાન. તેમણે યાદ રાખવું જોઈએ કે તેઓ ભારતના વડાપ્રધાન છે અમેરિકાના નહીં. મોદીને ખેડૂતોની પડી નથી. તેમણે એવો દાવો કર્યો કે છેલ્લાં બે વર્ષમાં વડાપ્રધાન મોદીએ મોટા ઉદ્યોગપતિઓ અને ધનિક લોકોનું 1.10 કરોડ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે પરંતુ સમગ્ર દેશનો બોજો પોતાના ખભા પર ઉઠાવનારા ખેડૂતોને વડાપ્રધાન ભૂલી ગયા છે.

રાહુલ ગાંધીએ ખેડૂતોનું દેવું માફ કરવાની માગણી કરીને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબો માટે સરકાર ચલાવવી જોઇએ અને રડી રહેલા ખેડૂતોની દુર્દશા પર ધ્યાન આપવું જોઇએ. ખેડૂતો રડી રહ્યા છે, ઉદ્યોગપતિઓ રડી રહ્યા નથી. ઉત્તરપ્રદેશમાં રાહુલની કિસાન યાત્રાનો બુધવારે બીજો દિવસ હતો.

રાહુલે જણાવ્યું કે જેવી રીતે અમે (યુપીએ સરકારે પોતાના કાર્યકાળમાં) 70 હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું, એવી રીતે દેવું માફ કરવા માટે અમે ભાજપ સરકાર પર દબાણ કરીશું. અમે દિલ્હી સુધી યાત્રા કરીશું અને યાત્રા દરમિયાન ખેડૂતો સાથે વાત કરીશું, તેમની સમસ્યાઓ સાંભળીશું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો