તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોન-એગ્રી કોમોડિટીઝ માટે DPL નક્કી કરાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માર્કેટરેગ્યુલેટર સેબીએ વ્યાજબી ભાવ પ્રાપ્તી અને કોમોડિટી એક્સચેન્જીસ ઉપર ચાલતી ગેરરિતીઓ તેમજ ભાવોમાં સટ્ટાખોરીને ડામવા માટે નોન-એગ્રીકલ્ચરલ કોમોડિટીઝ માટે ડેઇલી પ્રાઇસ લિમિટ (રોજેરોજના ભાવોનીની મર્યાદા) નક્કી કરી છે. તે અનુસાર અપર અને લોઅર (મહત્તમ અને ન્યૂનતમ) બન્ન સાઇડની ભાવની વધઘટ ઉપર 9 ટકાની ડેઇલી પ્રાઇસ લિમિટ (ડીપીએલ) લાદી છે. તેનાથી વધુ વધઘટ ઉપર પ્રતિબંધ લાદ્યો છે. સ્ટીલ માટે એકત્રિત 6 ટકાની અને સોના તથા નોન કોમોડિટીઝ માટે 9 ટકાની એકત્રિત મર્યાદા લાદવામાં આવી છે. અગાઉના ફોરવર્ડ માર્કેટ કમિશન દ્વારા નક્કી કરાયેલા નોર્મ્સમાં સેબીએ સુધારો કરવાનો પણ પ્રયાસ કર્યો છે. ગત સપ્ટેમ્બરથી કોમોડિટી એક્સચેન્જીસના નિયમનની શરૂઆત કર્યા બાદ સેબીએ આકરાં પગલાંની પણ શરૂઆત કરી છે.

સ્ટીલના કિસ્સામાં શરૂઆતમાં ટ્રેડ 4 ટકાની નિર્ધારીત સ્લેબને હીટ કરે પછી 15 મિનિટ કૂલીંગ ઓફ્ફ પિરિયડ બાદ ડીપીએલને વધુ 2 ટકા હળવી કરવામાં આવશે. જોકે ગાળા દરમિયાન જૂની ડીપીએલ અનુસાર સોદા થઇ શકશે. પરંતુ દિવસ દરમિયાન ડીપીએલમાં વધુ કોઇ છૂટ આપવામાં આવશે નહિં.

સોના અને કોમોડિટીઝના કિસ્સામાં એકવાર ટ્રેડ 3 ટકાના પૂર્વનિર્ધારિત સ્લેબને હીટ કરે પછી કોઇપણ કૂલિંગ ઓફ્ફ ગાળા સિવાય 3 ટકાની છૂટ અપાશે. પરંતુ જો પ્રથમ સુધારાયેલો સ્લેબ પણ તૂટશે તો પછી 15 મિનિટનો કૂલીંગ ઓફ્ફ પિરિયડ આપવામાં આવશે અને ડીપીએલને બીજા વધારાયેલા સ્લેબ માટે 3 ટકા સુધી વધારાશે. કિસ્સામાં પણ કૂલિંગ ઓફ્ફ પિરિયડ દરમિયાન જૂની ડીપીએલ મુજબ સોદા ચાલુ રાખી શકાશે. પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં જો એકત્રિત ડીપીએલ કરતાં પણ મોટી વધઘટ જોવા મળશે તો એક્સચેન્જી ડીપીએલમાં વધુ 3 ટકાનો તબક્કો રિલેક્સ કરી શકશે. પરંતુ તે માટે તેમણે સેબીના સર્વેલન્સ ડિપાર્ટમેન્ટને જાણ કરવાની રહેશે. સેબીએ સંખ્યાબંધ નિયમો, પેનલ્ટી જેવા નિયંત્રણો પણ લાદ્યા છે.

સભ્યો જો પુરતા માર્જિન મની જમા કરાવશે નહિં તો તેમની ઉપર 5 ટકા પેનલ્ટી લાગશે. પ્રત્યેક દિવસ વધારાનો એક ટકો પેનલ્ટી લાગશે. દર મહિને 10 દિવસની અંદર એક્સચેન્જે રિપોર્ટ આપવાનો રહેશે. ખોટો રિપોર્ટ હશે તો જેટલી ઓછી રકમ ઉઘરાવી હશે તેના 100 ટકા પેનલ્ટી લાગશે.

} માર્જિન મની નહિં હોય તો 5 ટકા પેનલ્ટી લાગશે

જોકે, ન્યૂનતમ 10 કોન્ટ્રાક્ટને ધ્યાનમાં લઇને પ્રત્યેક કોન્ટ્રાક્ટના પ્રથમ ટ્રેડિંગ ડે માટે પ્રથમ અડધા કલાકના વોલ્યુમ વેઇટેડ એવરેજ (વીડબલ્યૂએપી) પ્રાઇસના આધારે બેઝ પ્રાઇસ નક્કી કરશે. પરંતુ જો પ્રથમ અડધા કલાક દરમિયાન પુરતી સંખ્યામાં ટ્રેડ નહિં નોંધાયા હોય દિવસ દરમિયાનના પ્રથમ 10 ટ્રેડ્સને ધ્યાને લેવાશે.

} આગલા બંધ ભાવને બેઝ પ્રાઇસ તરીકે ગણાશે

જ્યાં સુધી પબ્લિક શેરધારકોને એક્ઝિટ ઓપ્શન આપે નહિં ત્યાં સુધી ફરજિયાત ડિલિસ્ટ થયેલી કંપનીના પ્રમોટર્સ પોતાના શેર્સ વેચી શકશે નહિં કે ડિવિડન્ડ પણ લઇ શકશે નહિં. મુદ્દે કડક નિયમોની જાહેરાત કરતાં સેબીએ જણાવ્યું છે કે, ફરજિયાત ડિલિસ્ટિંગના કિસ્સામાં એક્ઝિટ ઓપ્શન્સનું કડકપણે પાલન થવું જોઇશે. ચોક્કસ મુદ્દાઓ ઉપર માન્ય શેરબજારોને કંપનીઓને ફરજિયાત ડિલિસ્ટ કરવાની સત્તા આપવામાં આવેલી છે. પરંતુ જે કંપનીઓના શેર્સમાં હકારાત્મક અને વ્યાજબી બજાર કિંમત રહેતી હશે તેવા પ્રમોટર્સને તેમના શેર્સ ટ્રાન્સફર કરવામાં કોઇ અસર થશે નહિં. વધુમાં જ્યાં સુધી પબ્લિક શેરધારકોને એક્ઝિટ ઓપ્શન આપશે નહિં ત્યાં સુધી પ્રમોટર્સ બોનસ, રાઇટ્સ, ડિવિડન્ડ જેવા કોર્પોરેટ લાભો પણ લઇ શકશે નહિં. એટલુંજ નહિં અન્ય લિસ્ટેડ કંપનીઓના ડિરેક્ટર્સ બની શકશે નહિં. હાલમાં આવાં પ્રમોટર્સને સિક્યોરિટી માર્કેટમાં કામ કરવા સામે 10 વર્ષનો પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

ફરજિયાત ડિલિસ્ટેડ કંપનીઓ માટેના નિયમો કડક બન્યા

સેબીના નવા નિયમો મુજબ કેવી રીતે નક્કી થશે ડીપીએલ

માર્જિન મની, પેનલ્ટી સહિત સંખ્યાબંધ નિયમો અને સુધારાઓને વધુ આકરા બનાવવા સાથે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો