તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • WTOએ વર્ષ 2016ના વૈશ્વિક વેપાર ગ્રોથનું અનુમાન નાટ્યાત્મક રીતે ઘટાડ્યું

WTOએ વર્ષ 2016ના વૈશ્વિક વેપાર ગ્રોથનું અનુમાન નાટ્યાત્મક રીતે ઘટાડ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્લ્ડટ્રેડ ઓર્ગેનાઇઝેશને (ડબ્લ્યુટીઓ) 2016ના વૈશ્વિક વેપાર વૃદ્ધિનું અનુમાન એક ટકા કરતાં પણ વધુ ઘટાડ્યું હતું અને વૈશ્વિક નાણાકીય કટોકટીથી છેક અત્યાર સુધી ધીમા દરે વૃદ્ધિ થવાની ચેતવણી ઉચ્ચારી હતી. ડબ્લ્યુટીઓએ હવે 2016ના વર્ષ માટે વૈશ્વિક વેપારનો વિકાસ તેના પહેલાંના એપ્રિલના અંદાજ 2.8ની સરખામણીએ માત્ર 1.7 ટકાના દરે થવાની આગાહી કરી હતી. તેણે વર્ષ પહેલાં ટ્રેડવધીને 3.9 ટકા થવાનું અનુમાન કર્યું હતું.

યુએન એજન્સીએ તેના અગાઉના 3.6 ટકાની તુલનાએ 2017ના વૈશ્વિક ગ્રોથનું અનુમાન પણ ઘટાડીને 1.8-3.1 ટકા કર્યું હતું. 2016માં વૈશ્વિક જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ગ્રોથ 2.2 ટકા થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો અને 2009ની નાણાકીય કટોકટી કાળથી અત્યાર સુધી હાલમાં વેપારવિકાસ ધીમો પડશે એવી દહેશત વ્યક્ત કરી હતી. પહેલા ત્રિમાસિક ગાળામાં મર્ચન્ડાઇઝ ટ્રેડ વોલ્યુમમાં નોંધપાત્ર ઘટાડાને કારણે અને બીજા ત્રિમાસિક ગાળામાં ગ્રોથવૃદ્ધિ ધાર્યા કરતાં પણ ઓછી થતાં ડબ્લ્યુટીઓએ ગ્રોથ નીચો આંક્યો હતો.

ચીન અને બ્રાઝિલ જેવાં વિકાસશીલ અર્થતંત્રોને કારણે ખાસ કરીને અર્થતંત્ર ધીમું પડશે, એમ ડબ્લ્યુટીઓ ડિરેક્ટર જનરલ રોબર્ટ અઝેરવેડોએ જણાવ્યું હતું. જોકે ઉત્તર અમેરિકાએ કોઈ પણ પ્રદેશ કરતાં 2014 અને 2015 દરમ્યાન આયાતમાં મજબૂત ગ્રોથ મેળવ્યો હતો. વેપાર ગ્રોથમાં નાટ્યાત્મક ઘટાડો ચિંતાની બાબત છે અને ખતરાની ઘંટી સમાન છે. અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા વિકસિત દેશોમાં તાજેતરના ડેટા નબળા આવ્યા છે, જેથી આર્થિક ગ્રોથને વધુ અસર થવાની શક્યતા છે. બીજી બાજુ ચીન, બ્રાઝિલ અને રશિયામાં આર્થિક વૃદ્ધિ અનુમાન કરતાં વધુ ધીમી છે.

આર્થિક મંદીના સમયમાં વધતા જતા વૈશ્વિકરણવિરોધી વલણ સંદર્ભે ચિંતા વ્યક્ત કરી હતી. આપણે વેપાર સંદર્ભે નહીં પરંતુ રોજગાર સર્જન અને આર્થિક ગ્રોથ અને વિકાસ માટે નીતિઓ ગેરમાર્ગે દોરે એવી બનાવવી ના જોઈએ અને સ્થિતિ વધુ વણસી ના જાય એની ખાતરી આપવી પડશે, કેમ કે આપણી ટ્રેડિંગ સિસ્ટમ એકમેક સાથે સંકળાયેલી છે. વળી, આવકની અસમાનતા નકારાત્મક અસર ઊભી કરે છે, એવી તેમણે ચેતવણી ઉચ્ચારી હતી. આપણે એક વધુ વ્યાપક ટ્રેડિંગ સિસ્ટમ બનાવવાની જરૂર છે, જેમાં બધાં અર્થતંત્રો ભાગ લઈ શકે અને તેનો લાભ ગરીબ દેશોને તેમ ઉદ્યોગ સાહસિકોને અને નાની કંપનીઓને થાય.

તેમણે વેપારના લાભોને વહેંચવાની જરૂર છે. એક ક્ષણ છે, જે ઐતિહાસિક પાઠ ભણાવે છે કે વેપારમાં ખુલ્લાપણું રખાય, જેથી આર્થિક ગ્રોથ મજબૂત બને અને વેગ મળતો રહે, એમ તેમણે જણાવ્યું હતું. ચીન અને બ્રાઝિલ જેવાં વિકાસશીલ અર્થતંત્રોને કારણે ખાસ કરીને અર્થતંત્ર ધીમું પડશે જેની સીધી અસર વિકસીત પામતા દેશનો મોટા પાયે થશે. અત્યારે વિશ્વમાં ઇકોનોમિ દ્ર્ષ્ટિએ ભારત મજબૂત મનાય છે જેના કારણે વિદેશી રોકાણકારો ભારતને રોકાણ માટે પહેલી પસંદ આપી રહ્યાં છે.

વૈશ્વિકીકરણ વિરોધી વલણ ચિંતાનો વિષય

વૈશ્વિક નાણાકીય કટોકટીની અસરે વૈશ્વિક વૃદ્ધિ ગ્રોથ મંદ પડ્યો : ચીનની મંદી અન્ય દેશોને નડી ગઇ

અન્ય સમાચારો પણ છે...