તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનારમાં બહુજન સમાજ પાર્ટીએ આવેદન પત્ર પાઠવ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનારમાંઉનાના મોટા સમઢીયાળાની ઘટનાને પગલે બહુજન સમાજ પાર્ટી દ્વારા મામલતદારને આવેદન આપી. પીડીત પરિવારને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી. જોકે, આવેદન વખતે ધક્કા મુકી થતાં મામલતદાર કચેરીની બારીનાં કાચ ફુંટ્યાનું જાણવા મળે છે. બહુજન સમાજ પાર્ટીનાં મહામંત્રી બાબુભાઇ પીસોચાની આગેવાની હેઠળ રેલીકાઢી કોડીનાર મામલતદાર ગોહેલને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેવોએ જણાવ્યું હતું કે, સમઢીયાળાની ઘટનાને પગલે હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસની સીધી દેખરેખ હેઠળ તપાસ પંચ નિમી તમામ દોષીતોને કડક સજા કરવામાં આવે ઉપરાંત પીડીત પરિવારને 10 લાખ સુધીનું વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તકે પાર્ટીનાં મોટી સંખ્યામાં સ્ત્રી તથા પુરૂષ કાર્યકરો ઉપસ્થિત રહી આવેદન આપવામાં જોડાયા હતા. જોકે, આવેદનની એક નકલ મુખ્યમંત્રી , ગૃહમંત્રી, સામાજીક અધિકારીતા વિભાગ, સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી તથા સાંસદ રાજેશ ચુડાસમાને પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો