તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીરસોમનાથ જિલ્લામાં 144મી કલમ લાગુ કરાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીર-સોમનાથજિલ્લામાં તા.21 થી 31-7 દસ દિવસ સુધી જાહેરનામું પ્રસિધ્ધ કરી સમગ્ર જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ પરવાનગી વગર એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ગીર-સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં સમઢીયાળા ગામે દલિત યુવાનો પર થયેલ અત્યાચારની ઘટનાના અનુસંધાને રાજયમાં દલિત સમાજ દ્વારા આક્રોશ વ્યકત કરી ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન ચાલી રહેલ જેમાં સરકારી મિલ્કતોને નુકશાન કરતા હોય તેમજ રસ્તાઓ તથા દુકાનો બંધ કરાવતા હોય છે જેની જનજીવન કર માઠી અસર થતી હોય છે.અને લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની શકયતા નકારી શકાય તેમ નથી. ત્યારે કોમી દ્રષ્ટીએ ગીર-સોમનાથ જિલ્લો સંવેદનશીલ હોય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી ખોરંભાય તેવી શકયતા નકારી શકાય નહિ. આથી જિલ્લા પોલીસ દ્વારા માટેનું જાહેરનામુ બહાર પાડવા દરખાસ્ત થયેલ હોય જે સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.બી.પંડયાએ જાહેરનામુ પ્રસિધ્ધ કરી તા. 21-07 થી 31-7 દસ દિવસ સુધી સમગ્ર ગીર-સોમનાથ જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યકિતઓ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જાહેરનામું સરકારી ફરજ પર રોકાયેલા તેમજ અંતિમયાત્રાને લાગુ પડશે નહિ. જાહરેનામાનો ભંગ કરનાર વ્યક્તિ ઇપીકો કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ જણાવેલ છે. આમ 10 દિવસ સુધીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો