તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિડીત દલિત પરિવારને ન્યાય આપો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતજન અધિકાર મંચની ટીમે કલેકટર તથા પોલીસવડાને પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે ઉનાના પિડીત દલિત પરિવારને વ્હેલીતકે ન્યાય અપાવવા સરકાર ત્વરીત કાર્યવાહી કરે તેવી માંગણી છે તેમજ ઘટના બાદ શરૂ થયેલ આંદોલનોમાં અમરેલીનાં પોલીસ જવાન પંકજભાઇ અમરેલીયા શહીદ થતા તેમનો પરિવાર નોંધારો બન્યો છે. આવી પરિસ્થિતીમાં પોલીસ પરિવારનેં સાંત્વના તેમજ આર્થિક સહાય આપવામાં નહિ આવે તો આગામી સમયમાં ગુજરાતનાં પોલીસદળમાં યુવાનો કઇ રીતે ખુમારીપુર્વક સેવાઓ કરી શકશેω ત્યારે શહિદ પોલીસ જવાનનાં પરિવારને ત્વરીત આર્થીક સહાય સાથે તેમનાં પરિવારનાં સભ્યને નોકરી આપવાની તુરંત જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગણી છે. બંને માંગણીઓ સંદર્ભે ન્યાય નહિ મળે તો મંચ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ છે.આ તકે જન અધિકારમંચનાં પ્રમુખ પ્રવિણ રામે યાદીમાં જણાવેલ કે ઉનાના દલિત પીડીત પરિવારની રાજનેતાઓ મુલાકાત કરી સાંત્વના આપે તે બાબત આવકાર્ય છેે પરંતુ સાથો સાથ આંદોલન દરમ્યાન શહિદ થયેલ અમરેલીનાં પોલીસકર્મીનાં નોંધારા બનેલા પરિવારની રાજનેતાઓ દ્વારા કેમ મુલાકાતે આવતા રાજનેતાઅો પોતાની શિયાળવૃતિ બતાવી લોકોને લુચ્ચાઇ પુર્વક ઠગવાનું કાર્ય કરી રહયા છે. કારણકે ઉના સાંત્વનાં આપવામાં આવેલ એકપણ રાજનેતા આજ સુધી અમરેલીમાં શહીદ થયેલા પોલીસ જવાનનાં પરિવારને સાંત્વના આપવા ગયેલ નથી. ત્યારે વાત સાબિત થાય છે કે , નેતાઓ સહાનુભુતિ દર્શાવવા માટે નહિ પણ પોતાના રાજકીય રોટલા શેકવા માટે આવી રહયા છે.

જનઅધિકાર મંચ દ્વારા પોલીસવડાને આવેદન આપ્યું. તસ્વીર-રવિ ખખ્ખર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો