તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિફ્ટી 50 ETFની AUM રૂ. 10,000 કરોડના સ્તરને પાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક્સચેન્જટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં રોકાણકારોના વધતા જતા રસના સંકેતને પગલે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી 50ની એસેટ બેઝ રૂ. 10,000 કરોડના સ્તરને પાર કરી ગઈ હતી. ઈટીએફ આધારિત નિફ્ટી 50 ઇન્ડેક્સની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 10,000 કરોડને પાર કરી ગઈ છે, એમ એક્સચેન્જે યાદીમાં જણાવ્યું હતું. પહેલાં ઈટીએફની એયુએમ 31 માર્ચે રૂ. 8,533 કરોડના સ્તરે હતી અને તેની અગાઉના નાણાકીય વર્ષના અંતે રૂ. 1,251 કરોડ હતી.ભારતમાં પહેલી વાર ઈટીએફની રજૂઆત 2001ના ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી અને નિફ્ટી 50 આધારિત હતી. હાલમાં ભારતમાં નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 13 ઈટીએફ લિસ્ટ થયેલી છે. ઈટીએફ સેગમેન્ટમાં ભારત વૈેશ્વિક વલણને અપનાવતું થયું છે. 30 જૂન, 2016ના રોજ ઈટીએફ ઉદ્યોગ 3.2 લાખ કરોડનો થયો હતો. અમે ઈટીએફ પ્રોડક્ટોમાં રોકાણકારોનો વધતો રસ જોઈ રહ્યા છે, એમ એનએસઈના મેડી અને સીઈઓ ચિત્રા રામક્રિષ્ણનને જણાવ્યું હતું.એનએસઈએ ઈટીએફ પ્રોડક્ટના રિટેલ સેગમેન્ટમાં રોકાણકારોની જાગરૂકતા માટે વર્ષે 950 કાર્યક્રમો કર્યા હતા.છેલ્લા એક વર્ષથી વૈશ્વિક રોકાણકારોમાં નિફ્ટી સૂૂચકાંકો વધુ જાણીતા છે. અમે કોરિયા, તાઇવાન, જાપાન અને હોંગકોંગ સહિત એશિયન દેશોના રોકાણકારોની નિફ્ટી 50 આધારિત પ્રોડક્ટોમાં મજબૂત માગ રહી છે, જોયું છે. ઈટીએફ ગ્રુપ સિક્યોરિટીઝ છે અને વ્યક્તિ શેરોની જેમ એક્સચેન્જમાં એમાં સોદા થાય છે. તેઓ ઈક્વિટ સૂચકાંકો અને બોન્ડ અને કોમોડિટી તેમ અન્યને પગલે ચાલે છે. રિટેલ રોકાણકાર ઈટીએફની રૂ. 100ની ખરીદી કરી શકે છે અને તેઓ તેનું શેરની જેમ એક્સચેન્જ ખાતે ઓછામાં ઓછા એક યુનિટની ખરીદ-વેચાણ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો