તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદમાં ટોળાનું તોફાન, વેપારીઓમાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદશહેરમાં ગુરૂવારે દલિત સમાજની રેલી નિકળેલ અને ડે.કલેકટર કચેરીએ પહોંચી આવેદન આપી વિખેરાઇ ગઇ હતી. બાદમાં બપોરનાં એક વાગ્યા આસપાસ ટોળા દ્વારા માંગરોળ રોડ, કાપડ બજાર, આંબાવાડી વિસ્તારમાં દુકાનો બંધ કરાવવા બળપ્રયોગ કરાતા વેપારીઓ અને ટોળા વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસ, એસઆરપી જવાનોએ ટોળાને વિખેરવા પાંચ રાઉન્ડ ટીયરગેસનાં સેલ છોડવામાં આવતાં સમગ્ર શહેરમાં ભાગમભાગ દોડધામ મચી ગઇ હતી. વિરોધમાં વેપારી મહામંડળે તાકિદની બેઠક બોલાવી તા.21 અને 22 એમ બે દિવસ સુધી વેપારધંધા બંધ રાખી ગુનાહિત માનસ ધરાવતા તત્વોને ઝડપી પાડવા એલાન આપ્યું હતું.

ઊના પંથકનાં બનાવનાં વિરોધમાં કેશોદ અનુસુચિત જાતિ બૌધ્ધ સમાજની આગેવાનીમાં ગુરૂવારે ચોકથી પગપાળા રેલી કાઢી નાયબ કલેકટર કચેરીએ પહોંચી આવેદન આપ્યા બાદ રેલી વિખેરાઇ ગઇ હતી. બાદમાં બપોરનાં 1 વાગ્યા આસપાસ ટોળા દ્વારા માંગરોળ રોડ, કાપડબજાર, આંબાવાડી વિસ્તારમાં દુકાનો બંધ કરાવવા બળપ્રયોગ કરાતા વેપારીઓ અને ટોળા વચ્ચે ઘર્ષણ શરૂ થતાં બંદોબસ્તમાં રહેલ પોલીસ તથા એસઆરપી જવાનો દ્વારા ટોળાને વિખેરવા પાંચ રાઉન્ડ ટીયરગેસનાં સેલ છોડવામાં આવતા સમગ્ર શહેરમાં નાસભાગ દોડધામ મચી ગઇ હતી. વિરોધમાં વેપારી મંડળની તાકિદે બેઠક બોલાવી તા.21 અને 22 એમ બે દિવસ સુધી તમામ વેપાર -ધંધા બંધ રાખી ગુનાહિત માનસ ધરાવતા તત્વોને ઝડપી પાડવા એલાન આપ્યું હતું. વેપારી આગેવાનોએ મુખ્ય માર્ગો પર જઇ ખુલ્લી રહેલી બજાર બંધ કરાવી વિરોધ વ્યકત કર્યો હતો.

બુધવારે ત્રણ દુકાનોમાં તોડફોડ થયા બાદ ગુરૂવારે ટોળાએ ફરીથી પાંચ દુકાનોમાં અને એક ચાની લારીમાં તોડફોડ કરાતા આતંક સામે વેપારીઓ લડાયક મુડમાં આવી જતાં તેમનાં નિર્ણયને આવકારી શહેરીજનોનાં ટોળા પણ રસ્તા પર ઉતરી પડયા હતાં. શહેરમાં છુટાછવાયા તોડફોડ, ઝપાઝપીનાં પણ બનાવો બે દિવસથી બનતા લોકોનો રોષ ગુરૂવારે રસ્તા પર ઉતરી પડયો હતો. વેપારી મહામંડળનાં પ્રમુખ નારણભાઇ લાડાણી, મંત્રી કૈલાશભાઇ સાવલીયા, રાજુભાઇ બોદર સહિતનાં આગેવાનોએ તોફાની તત્વોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બે દિવસથી એસપી નિલેશ જાંજરીયાની રાહબરી હેઠળ 2 ડીવાયએસપી, 3 પીઆઇ, 9 પીએસઆઇ, 90 પોલીસકર્મી, 90 એસઆરપી જવાન તૈનાત કરવામાં આવ્યા હોય શહેર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. ગુરૂવારે બનેલા બનાવમાં નવવધુ સાડી, મયુર લાઇટહાઉસ, પાયલ ઓટો, વાણંદની દુકાન, ચાની કેબીનમાં તોડફોડ કરતાં ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. શહેરમાં રાઉન્ડ કલોક પેટ્રોલીંગ તથા મુખ્ય વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આમ કેશોદમાં વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું.

પોલીસ એસઆરપીએ ટોળાને વિખેરવા ટીયરગેસનાં પાંચ રાઉન્ડ છોડ્યા, ધંધા-રોજગાર બંધનું એલાન

ગુરૂવારે બપોરનાં અરસામાં દુકાનો બંધ કરાવવા બળપ્રયોગ કરતાં સર્જાયું ઘર્ષણ

તોડફોડ થતા વેપારીઓ રોડ ઉપર ઉતરી આવ્યા. તસવીર - મનિષ મહેતા

ગુરુવારે દલિત સમાજની રેલી, આવેદન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો