તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોગ બનેલાને ન્યાય અપાવશું : રાહુલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાબુભાઇની ઇજાનાં નિશાન નજરે જોયા, પિડીત પરિવારને ગળે લગાડી દિલ્હી આવવા કહ્યું

કોંગ્રેસનાંઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે સવારે 11:30 વાગ્યે ઉના તાલુકાનાં મોટા સમઢિયાળાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અને પિડીત દલિત પરિવારો સાથે 30 મિનીટ સુધી ચર્ચા કરી હતી. તેમણે પરિવારનાં મોભી બાબુભાઇ અને જીતુભાઇ સરવૈયા પાસે બેસી સમગ્ર ઘટના કેવી રીતે બની તેની જાણકારી મેળવી હતી. તેમણે પરિવારનાં મોભી સાથે બેસીને સ્ટીલની રકાબીમાં ચા પીધી હતી. અને બાબુભાઇનાં શરીરે થયેલા ઇજાનાં નિશાનો પણ નજરે જોયા હતા. તેમણે બાબુભાઇનાં શર્ટનાં બટન પણ બંધ કર્યા હતા. તેમણે અડધો કલાક સુધી સતત બાબુભાઇનાં હાથ પકડી રાખી તેમની દાસ્તાન સાંભળી હતી. પરિવારનાં જીતુભાઇ સરવૈયાએ સમગ્ર ઘટનાની જાણકારી રાહુલને આપી હતી.

તેમણે કહ્યું હતું કે, ચમારનો વ્યવસાય કરતા પરિવારને કહેવાતા ગુંડાઓ દ્વારા સતત બે કલાક સુધી ઢોરમાર મારી અપમાનજનક જીંદગી જીવવા મજબૂર કરાયા હતા. પકડાયેલા શખ્સોનાં લોકો દ્વારા હજુ પણ ધમકીઓ આપી દબાણ કરાતું હોવાનું અને દલિત પરિવારને કોઇ સહાય કે સુવિધા અપાતી હોવાની વીગતો પણ કહી હતી. પરિવારે રાહુલ ગાંધીને કહ્યું હતું કે, હવેથી દલિત પરિવાર મૃત પશુઓનો નિકાલ કરી જે રીતે સ્વચ્છતા રાખતા હતા કામગિરી બંધ કરી કામગિરી ગૌરક્ષકોને હવાલે કરી દેવાની વાત પણ કરી હતી.

રાહુલ ગાંધીએ પરિવારની વાત શાંતિપૂર્વક સાંભળ્યા બાદ તેમને થયેલા અન્યાય સામે પુરેપુરો ન્યાય અપાવવા સંસદમાં ઘટનાને રજૂ કરવા ખાત્રી આપી હતી. સાથે સાથે પકડાયેલા અને ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને જેલમાં ધકેલવા કંઇપણ કચાશ રખાશે નહીં. ઘટનાની પૂરી વિડીયોગ્રાફી પણ તેમણે નિહાળી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પિડીત પરિવાર પર થયેલા અત્યાચારને સાંખી લેવામાં નહીં આવે.

હાલ જે તપાસ સીઆઇડી ક્રાઇમ ચલાવે છે. તેમાં સંતોષ નહીં થાય તો સીબીઆઇને તપાસ સોંપાવીશું. અને સૌરાષ્ટ્રમાં બનેલી દલિત સમાજની તમામ ઘટનાઓની જાણકારી મેળવીશું. રાહુલ ગાંધી સાથે ગુજરાતનાં પ્રભારી ગુરૂદાસ કામત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, કુ. શૈલજા, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર, પરેશ ધાનાણી, પુંજભાઇ વંશ, હર્ષદ રીબડીયા, નૌસાર સોલંકી, પ્રમોદ રાવલ, અમરીશ ડેર, હિતેષ સોલંકી, સહિતનાં સૌરાષ્ટ્રભરનાં તેમજ પ્રદેશનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે ગુજરાત કોંગ્રેસ વતી 5 લાખની સહાય પરિવારને આપવાની જાહેરાત પણ કરી હતી. જ્યારે ગિર-સોમનાથ જિલ્લા કોંગ્રેસે 25 હજારની સહાય, સ્વ. જશુભાઇ ધાનાભાઇ બારડ પરિવાર દ્વારા પણ 25 હજારની સહાયની જાહેરાત કરાઇ હતી.રાહુલ ગાંધીની એક ઝલક જોવા અગાશીઓ પર જમાવ્યું હતું.

તેઓ દિવથી મોટરમાર્ગે મોટા સમઢિયાળા રવાના થયાનાં સમાચાર મળતાં 35 કિમીનાં માર્ગ પર ઠેર ઠેર કતારો જોવા મળી હતી. રાહુલ ગાંધીએ ક્યાંક તો કારમાંથી ઉતરી લોકોનું અભિવાદન કર્યું હતું. કેટલાક યુવાનોએ રાહુલને મળવા જણાવતાં તેમને પોતાનાં પ્રશ્નો અંગે રૂબરૂ બેસી સાંભળવા અને દિલ્હી લાવવા ધારાસભ્ય પરેશ ધાનાણીને સુચના આપી હતી. રાહુલ ગાંધી પિડીત પરિવારને ગળે મળી તેમને પગે પણ લાગ્યા હતા.

રાહુલ ગાંધીએ વાત સાંભળી, જીતુભાઇએ જણાવ્યું હતું કે, બાબા આંબેડકરએ કાયદો અને બંધારણ બનાવ્યું છે. તસ્વીર- જયેશ ગોંધીયા

રાહુલ ગાંધીએ મોટા સમઢિયાળાનાં દલિત પરિવાર સાથે 30 મિનીટ ચર્ચા કરી

ભાજપ નેતાઓનાં ઉનામાં ધામા

રાહુલનીમુલાકાત વખતે જિલ્લાભરનાં ભાજપનાં નેતાઓએ ઉનામાં ધામા નાંખી પિડીત પરીવાર શું કહે છે તેની વિગતો મેળવવામાં વ્યસ્ત રહ્યા હતા.તેમજ ઉનાના સમઢીયાળામાં છેલ્લા બે દિવસથી રાષ્ટ્રીય નેતાઓ પણ ધામા નાંખી રહયા છે .

કોંગ્રેસનાંવરિષ્ઠ નેતાઓ કતારોમાં ઉભા રહ્યા

કોંગ્રેસનાંઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતાં તેમની સાથે પુંજાભાઇ, ભરત સોલંકી અને સિદ્ધાર્થ પટેલ ચર્ચામાં ભાગ લેવા જોડાયા હતા. બાકીનાં કોંગ્રેસનાં નેતાઓ અને વરિષ્ઠ આગેવાનો માત્ર ફોટા પડાવવા આવ્યા હોઇ, તેવો તાલ સર્જાયો હતો.

મોદીનાંગુજરાતમાં અમને દબાવવામાં આવે છે

પિડીતપરિવારનાં માતા-પિતાએ રાહુલને કહ્યું હતું કે, અમને રસ્તો બતાવો. મોદીના ગુજરાતમાં અમને મારવામાં અને દબાવવામાં આવે છે. દલિતોને મારવાનો વિડીયો વાઇરલ થયો અને સમગ્ર દેશે જોયો. તેમાં 30 થી 40 લોકોએ દલિતોને માર્યા છે.

દલિતપરિવારે રાહુલ ગાંધીને કહ્યું કે , અમારે ન્યાય જોઇએ

પિડીતપરિવારે રાહુલ ગાંધીને કહ્યું, અમારે જમીન-પૈસા નહીં, ઘટનામાં જે લોકો સંડોવાયેલા છે તેને પકડી સજા કરી ઇન્સાફ અપાવો.

દલિતસમાજનાં લોકો સંયમ રાખી અમને મદદ કરે : જીતુભાઇ સરવૈયા

પિડીતપરિવારનાં જીતુભાઇ સરવૈયા શિક્ષણ અને સિવીલ ઇજનેર હોઇ તેમણે દલિત સમાજને સંદેશ આપતાં કહ્યું હતું કે, અમારા પરિવારને સમગ્ર દેશનાં દલિત સમાજે મદદ કરી છે. ત્યારે આપણે સંયમ, શાંતિ, એક્તા અને કોઇપણ સરકારી ઇમારતોને નુકસાન કર્યા વગર મદદ કરે. યુવાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી રહયા છે ત્યારે તેમને આવા પ્રયાસ કરવા પણ જણાવ્યું હતું.

પીડીતપરિવારનાં આગેવાનને હુંકાર હવે ગંદકી સાફ કરવાનો વ્યવસાય નહીં કરીએ

પિડીતપરિવારનાં જીતુભાઇ સરવૈયાએ જણાવ્યું હતું કે, અમારો સમાજ સ્વચ્છતા રાખવા મૃત પશુઓનો નિકાલ કરી પોતાનું જીવન પસાર કરે છે. પરંતુ ગૌરક્ષકનાં નામે આચરવામાં આવતા ત્રાસ સામે હવે વ્યવસાય નહીં કરીએ. ગૌરક્ષકનાં ઠેકેદારો ભલે આવી કામગિરી કરે.

રાહુલગાંધીનાં કાફલો રોકાવી હાથ મીલાવ્યા : લોકોનો ટોળા એકઠા થયા

ઉનાથીરાહુલ ગાંધીનો કાફલો રામેશ્વર અને ગાંગડા ગામે પહોંચતાં લોકોનાં ટોળાં ઉભા હોઇ રાહુલે તેઓ સાથે હાથ મિલાવી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી સમઢીયાળાનાં પ્રવાસે આવતા હોય લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા.

મિડીયાએમચાવ્યો શોર : દલિત પરિવારનાં ઘરે મોટી સંખ્યામા લોકો એકઠા ગઇ ગયા

રાહુલઆવતાં નેતાગણ દલિત પરિવારની આજુબાજુમાં ગોઠવાયો હતો. અને સ્થાનિક મિડીયાને નજર અંદાજ કરતાં મીડીયાએ શોર મચાવ્યો હતો. આખરે કોંગ્રેસનાં નેતાઓએ સ્થાનિક મિડીયાને મહત્વ આપવું પડ્યું હતું. બાદમાં મામલો થાળે પડ્યો હતો.

અત્યારચારનાં ઘા અને ઘટનાની વેદનાને તેમનો હાથ પકડી સાંભળી’તી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો