તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત કેસમાં ડેમેજ કંટ્રોલની જવાબદારી રૂપાણીના શિરે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાનામોટા સમઢિયાળા ગામે દલિતો ઉપર અત્યાચારની ઘટનાના પગલે ગુજરાત સરકારની છબિ રાષ્ટ્રીય કક્ષાએ ખરડાયા બાદ હવે ડેમેજ કંટ્રોલની જવાબદારી દિલ્હી ભાજપ હાઇકમાન્ડે પ્રદેશ પ્રમુખ રૂપાણીને શિરે સોંપી છે. પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનકક્ષાએ કવાયતની સાથે રૂપાણીએ અધિકારીઓની સાથે પણ બેઠકોનો દોર શરૂ કર્યો હતો.

પ્રકરણ સરકારની સમયસૂચકતાના અભાવે મામલો પેચિદો બન્યો હોવાની નોંધ હાઇકમાન્ડે લીધી છે. જેના પગલે ડેમેજ કંટ્રોલની કવાયત રૂપાણીને સોંપાઇ છે. દિલ્હીથી છૂટેલા આદેશોના પગલે રૂપાણીએ સમગ્ર મામલો પોતાના હાથમાં લીધો હતો અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિતના અધિકારીઓની બેઠક બોલાવ્યા પછી મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથનને પણ પોતાની ચેમ્બરમાં બોલાવીને પરામર્શ કર્યો હતો. રૂપાણીએ બેઠક બોલાવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવાથી લઇને સહાય જાહેર કરવા સહિતના આદેશો જારી કર્યા હતા.

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પીડિતોને મળવા મોટા સમઢિયાળા અને રાજકોટ ગયા તે સમયે રૂપાણીએ ભાજપની કોર ગૃપની બેઠક બોલાવીને સંગઠનને દલિત સમાજના આગેવાનો સાથે સક્રિય ચર્ચા વિચારણા કરીને સામાજિક સમતુલન જાળવવાના પ્રયાસો માટે કામે લગાડ્યું હતું. હાલ પણ પોલીસ અધિકારીઓ પાસેથી રૂપાણી સીધા રીપોર્ટ મેળવી રહ્યા છે. ઉપરાંત હાઇકમાન્ડ સાથે પણ તેઓ પરામર્શમાં રહે છે.

રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર પ્રકરણને ખોટીરીતે રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અમે અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનોની બેઠક બોલાવીને સમાજના મિત્રોને સાચી સ્થિતિ સમજાવવા જણાવ્યું છે.

ભાજપની સોશિયલ મીડિયા ટીમ સક્રિય

ભાજપકોઇપણ મુદ્દાને સોશિયલ મિડિયા મારફતે ઉછાળવામાં માહેર છે અને તેના માટે પાર્ટી પાસે એક આખી ફોજ છે પરંતુ વખતે ટીમનો ઉપયોગ ડેમેજ કંટ્રોલ માટે કરવામાં આવી રહ્યો છે. ટીમ દ્વારા સરકારે લીધેલા પગલાંની વિગતો અને કોંગ્રેસના સાશન વખતે દલિતોની સ્થિતિ અંગે વિવિધ પ્રકારના મેસેજ તૈયાર કરાયા છે અને સોશિયલ મિડિયા ઉપર વહેતા કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો