તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાજની અસ્મિતાનો પ્રશ્ન છે : જીતુભાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પીડિત પરિવારના યુવાનની વ્યથા

ઉનાતાલુકાનાં મોટા સમઢિયાળા ગામે પિડીત પરિવારનાં શિક્ષિત યુવાન જીતુભાઇ સરવૈયાએ જણાવ્યું હતું કે, દલિત સમાજનાં લોકોની અસ્મિતાનો પ્રશ્ન છે. ધરતી પર ભાગલા પાડ્યા છે. અમે પણ માણસ છીએ. અને છત્તાં અમારી સાથે ભેદભાવની નિતી અપનાવાઇ છે. માણસ તરીકે જીવવાનો અમને પણ અધિકાર છે. દલિત સમાજ સમજે તો હવે મરેલા જનાવરોનો વ્યવસાય છોડી દે. જે ગૌરક્ષકોનાં નામે ઠેકેદારો ફરી રહ્યા છે તેના હવાલે ગંદકી ઉપાડવાનું કામ સોંપી દો. અને સન્માન સાથે ભણીગણીને તાકાત સાથે શિક્ષણ મેળવી પગભર થાવ અને આગળ વધો. દલિત સમાજ તમામ સમાજને તંદુરસ્ત રાખે છે. છત્તાં ગૌરક્ષકનાં નામે નિકળી પડેલા અસામાજીક ગુંડાઓનાં હાથે અમારે માર ખાવો પડે, અમે કાયમ માટે કામ કરી શકીએ એવી ઘટના બનતી હોય તેના કરતાં કોઇના ડર વગર અને ખમીર સાથે આંબેડકર બાબાનાં વંશ છીએ. અપમાનભરી જીંદગી જીવવા માંગતા હોય તો ગંદકી ઉપાડવાનું કામ છોડી સંગઠિત બની શિક્ષણ મેળવી રાષ્ટ્રીય ફલક પર અમકવા આગળ વધી અમારો હક્ક શાંતિપૂર્વક માંગીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો