તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • ન્યાય મેળવવા માટે સરકાર સામે લડત કરાય, ઝેર પીવાય નહીં : રાહુલ ગાંધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાય મેળવવા માટે સરકાર સામે લડત કરાય, ઝેર પીવાય નહીં : રાહુલ ગાંધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસની સરકાર હોત તો અેક મિનિટમાં ન્યાય મળ્યો હોત, ભાજપ પગલાં નથી લેતું એવો ઇશારો

ક્રાઇમ રિપોર્ટર | રાજકોટ

ઊનાનામોટા સમઢિયાળા ગામમાં દલિત યુવકો પર થયેલા ખૂની હુમલાની ઘટના બાદ રાજ્યમાં દલિતોના ફાટી નીકળેલા રોષને પગલે ગુરુવારે મોટા સમઢિયાળા અને રાજકોટ દોડી આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અસરગ્રસ્તોને મળીને તેમને સધિયારો આપતા કહ્યું હતું કે, ‘ન્યાય મેળવવા માટે સરકાર સામે લડત લડાઇ, પરંતુ ઝેરી દવા પીવાઇ’.

મોટા સમઢિયાળા ગામમાં જ્યાં ઘટના બની હતી તે સ્થળની મુલાકાત લઇ દલિત સમાજને રૂબરૂ મળ્યા બાદ રાહુલ ગાંધી રાજકોટ એરપોર્ટે પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા બપોરે 2.47 મિનિટે સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા અને સારવારમાં રહેલા દલિત યુવકોને રૂબરૂ મળ્યા હતા અને તમામ પાસેથી ઘટનાની અને મળતી સારવારની વિગતો મેળવી હતી. જામકંડોરણાના વતની અને ઘટનાના વિરોધમાં ઝેરી દવા પીનાર કિશોરભાઇ ભીખાભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ તેમને મળીને પૂછ્યું હતું કે, ‘શા માટે દવા પીધીω, ન્યાય મળવો જોઇએ, ન્યાય માટે સરકાર સામે લડત લડવી પડશે, પરંતુ માટે ઝેરી દવા પીવાનું પગલું યોગ્ય નથી’. બિલિયાળાના ભરતભાઇ રામજીભાઇ બોરીચાને મળીને રાહુલ બોલ્યા હતા કે, ‘સરકાર એમની છે, તમને ન્યાય અપાવવા અમે સરકાર પર દબાણ લાવીશુંં’. ભરતભાઇ પરમાર નામના અસરગ્રસ્તને મળીને કહ્યું હતું કે, ‘અમારી સરકાર હોત તો અેક મિનિટમાં ન્યાય મળત’. રાહુલ ગાંધી સાથે ગુજરાતના પ્રભારી ગુરુદાસ કામત, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો પણ જોડાયા હતા. રાહુલ ગાંધીએ તમામ અસરગ્રસ્તોને મળી દરેક પાસે આઠથી દસ મિનિટ વિતાવી તમામ વિગતો મેળવી હતી.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્ત દલિતોને સધિયારો આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો