તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • દલિતોનો રોષ યથાવત્, કુવાડવા રોડ પર સળગતાં ટાયર ફેંકાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતોનો રોષ યથાવત્, કુવાડવા રોડ પર સળગતાં ટાયર ફેંકાયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊનાનાસમઢિયાળા ગામમાં દલિત યુવકો પર થયેલા અત્યાચારના વિરોધમાં દલિત યુવકો આત્મવિલોપન કરી રહ્યા છે જેના વિરોધમાં દલિત સમાજ રોડ પર ઉતરી ગયો છે અને છેલ્લા ચારેક દિવસથી તોડફોડ અને આગજનીના બનાવ બની રહ્યા છે. ગુરુવારે સાંજે કુવાડવા રોડ પર અજાણ્યા શખ્સોએ સળગતા ટાયર ફેંકતા ફરીથી માહોલ તંગ થઇ ગયો હતો. બુધવારની ઘટનામાં પોલીસે વધુ ત્રણ ગુના નોંધી 12 શખ્સોની ધરપકડ કરી હતી.

કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસે ગુરુવારે સાંજે કેટલાક શખ્સો સળગતા ટાયર ફેંકી ગયા હતા. દલિત વિસ્તાર નજીક રસ્તા પર ઘટના બનતા વિસ્તારના વેપારીઅો અને રહેવાસીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા બી.ડિવિઝનના પીએસઆઇ મુછાળ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ અને વિસ્તારના લોકોએ મળી પાણીમારો ચલાવી આગ બુઝાવી નાખી હતી. ઘટનાને બાદ કરતા ગુરુવારે સ્થિતિ કાબૂમાં રહી હતી.

બુધવારે રાત્રે શહેરમાં તોડફોડ અને આગજનીના ત્રણ બનાવ બન્યા હતા, જે ત્રણેય ઘટનાનો પોલીસે ગુનો નોંધ્યો હતો. કણકોટ ગામના પાટિયા પાસે ચક્કાજામ કરી ટાયરો સળગાવવાનો 70 શખ્સોના ટોળાં સામે ગુનો નોંધાયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થળ પરથી મિલન પ્રેમજી સાગઠિયા, દિનેશ નાગજી સોમૈયા, અજીત નાથા પરમાર, સંજય તેજા પરમાર, રાહુલ રવજી, હસમુખ દેવજી બગડા, કેતન રવજી, રવજી મંગા, પ્રેમજી ગુગા મકવાણા, ચિરાગ અજીત પરમાર અને પ્રવીણ હરિ વાઘેલાનની ધરપકડ કરી અન્યોની શોધખોળ શરૂ કરી હતી. ગોવર્ધન ચોકમાં બીઆરટીએસ બસ સ્ટોપ પર પથ્થરમારો કરનાર 20 શખ્સો સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જેમાંથી પોલીસે ગોકુલપરામાં રહેતા પંકજ ભીમજી ખીમસુરિયાની ધરપકડ કરી તેને જેલહવાલે કર્યો હતો.

બુધવારે રાત્રે બનેલી ઘટનામાં વધુ ત્રણ ફરિયાદ નોંધાઇ, 12ની ધરપકડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો