તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊના દલિતકાંડથી આરએસએસ ચિંતિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતનામુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે ઉદયપુરના પ્રતાપ ગૌરવ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતને મળ્યા હતા. બન્નેએ ગુજરાતની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હોવાનું મનાય છે. ભાગવત સાથેની મુલાકાત બાદ રૂપાણીએ પત્રકારોને એટલું કહ્યું કે તેઓ સંઘના વરિષ્ઠ નેતાઓને મળવા અને તેમના આશીર્વાદ લેવા આવ્યા હતા. અલબત્ત, મુલાકાતને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહી છે.

ગુજરાતના તાજેતરના દલિતકાંડથી સંઘ ચિંતત હોવાનું મનાય છે, કેમ કે ગુજરાતના દલિતકાંડની અસર ઉત્તરપ્રદેશની ચૂંટણી પર પડી શકે છે,જ્યાં દલિતો ખૂબ મોટી વોટબેન્ક છે. રૂપાણીએ ભલે એમ કહ્યું હોય કે મુલાકાત આશીર્વાદ મેળવવા માટે હતી પરંતુ રાજકીય મોરચે મુલાકાતના ઘણા અર્થ નીકળી રહ્યા છે. ...અનુસંધાન પાનાં નં.13

ઉદયપુરમાં ગુરુવારથી સંઘ પરિવારની બે દિવસની અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાઇ હતી, જેમાં સંઘ અને તેની સાથે સંકળાયેલા સંગઠનોના રાષ્ટ્રીય સ્તરના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. ભાજપ તરફથી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામ માધવ બેઠકમાં હાજર રહ્યા હતા.અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો