• Gujarati News
  • શ્રીલંકા ’15માં ભારતની યજમાની કરવા આતુર

શ્રીલંકા ’15માં ભારતની યજમાની કરવા આતુર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્ટઇન્ડીઝ સામે રમાઇ રહેલી શ્રેણી અચાનક રદ થતાં ખૂબ ઓછા સમયમાં ભારત સામે પાંચ વન-ડે મેચની શ્રેણી રમવા માટે સહમત થયેલું શ્રીલંકન ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ પાસે તેના બદલામાં પોતાના દેશમાં આગામી વર્ષે ભારતની યજમાની કરવા માટે આતુર છે. શ્રીલંકન બોર્ડ 2015માં ભારત સામે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. અંગે શ્રીલંકન ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે 1થી 14 નવેમ્બર સુધી પાંચ વન-ડે મેચની શ્રેણી રમવા માટે સહમતિ દર્શાવી છે તથ અમે આગામી વર્ષે ઓગસ્ટમાં ભારત સામે ઘરઆંગણે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે આતુર છીએ. અંગે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે શ્રેણીની વાતચીત હજી શરૂઆતના તબક્કામાં છે તેથી તે અંગે અત્યારે કંઇ કહેવું જલદી કહેવાશે.

અગાઉના કાર્યક્રમ અનુસાર શ્રીલંકન ટીમ 2015માં ભારતમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે આવવાની હતી