નદી પર પુલ બનતાં બાળકોનંુ ભણતર છૂટ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાતાલુકાનાં ગુંદાળા ગામની સીમમાંથી હાથીયો નદી વહે છે. તેના સામાકાંઠે ફાટસર ગામ આવેલું છે. જ્યાં સરકારી શાળા તેમજ ગામનાં અનેક ખેડૂતોનાં ખેતરો આવેલાં છે. ગુંદાળાનાં ત્રીસેક બાળકો ફાટસરની શાળામાં ભણવા જતા હતા. પરંતુ રસ્તામાં તેઓએ નદી પસાર કરવી પડે. ચોમાસામાં રસ્તો લોકો માટે નકામો બને છે. જો નદીમાં પાણી હોય વખતે ફાટસર જવું હોય તો 12 કિમી લાંબો ફેરો થાય. નદી પર પુલ બનાવવાની માંગણી છેલ્લા 5 વર્ષથી થઇ રહી છે. પરંતુ તંત્રએ હજુ સુધી ધરાર પુલ બનાવ્યો નથી. પરિણામે વાલીઓએ સરકારી શાળામાંથી બાળકોને ઉઠાડી લઇને ખાનગી શાળામાં મૂકવા પડ્યા છે. વાલીઓનાં કહેવા મુજબ, અમને જ્યાં સુધી પુલ બનવાની આશા હતી ત્યાં સુધી તો ખભે બેસાડીને બાળકોને નદી પાર કરાવતા. પરંતુ તે ઠગારી નિવડતાં આખરે તેઓએ ખાનગી શાળામાં બાળકોને એડમિશન અપાવવું પડ્યું.

ઇમરજન્સી વખતે પુલ હોય તો 8 કિમી રસ્તો ઘટી જાય | ગુંદાળાનાંલોકોને જ્યારે બિમારી વખતે ફાટસર પીએચસી જવાનું હોય ત્યારે 12 કિમી ફરીને જવું પડે છે. જો પુલ હોય તો માત્ર 3 કિમીનું અંતર કાપવું પડે.ખેડૂતોને જીવનાં જોખમે ખેતરે જવું પડે છે. તસવીર- જયેશ ગોંધીયા

પાંચેક વર્ષથી પુલ માટે માંગ કરીએ છીએ

ગુંદાળાગામનાં મહિલા સરપંચનાં પતિ પીરુભાઈએ જણાવ્યું હતું કે, સરકાર પાસે છેલ્લા પાંચ વર્ષથી નદી પર પુલ બનાવવાની માંગણી કરીએ છીએ. પરંતુ પુલ તો બન્યો નહીં. જીવનાં જોખમે નદી પસાર કરવી પડે છે. અને આના કારણે ગામનાં બાળકોએ પણ સ્કુલે જવાનું બંધ કરી અન્ય ખાનગી શાળામાં ભણવા જવાનું શરૂ કરી દીધું છે. -પીરુભાઈ, સરપંચનાં પતિ

સમયસર વાવણી પણ નથી થઇ શકતી

સામાકાંઠે ગુંદાળા ગામનાં 30 ખેડૂતોની જમીનો આવેલી છે. આથી જીવનાં જોખમે ખેતરે જવું પડે છે. પરિણામે ક્યારેક તો સમયસર વાવણી પણ થઇ શકતી નથી. ક્યારેક તો વાડીએ નીરણ પડ્યું હોય તો ચોમાસાની સીઝનમાં વાડીએ તે લેવા પણ નથી જઇ શકતા. પરિણામે ક્યારેક માલઢોરને ભૂખ્યાં રાખવા પડે તેવી પરિસ્થીતી સર્જાઈ છે. -વિનુભાઇ ચૌહાણ, અગ્રણી

અન્ય સમાચારો પણ છે...