• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • એપ્રિલથી ઓગસ્ટમાં ગોલ્ડ ETFમાં 262 કરોડ રોકાણકારે પાછા ખેંચ્યા

એપ્રિલથી ઓગસ્ટમાં ગોલ્ડ ETFમાં 262 કરોડ રોકાણકારે પાછા ખેંચ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોની સતત એક્ઝિટ

ઓગસ્ટમહિનામાં રોકાણકારોએ ફરી એક વાર ગોલ્ડ એક્સચેન્જેજ ટ્રેડેડ ફંડમાં મંદીતરફી વલણ અપનાવ્યું હતું અને સાધનમાંથી રૂ. 51 કરોડ પાછા ખેંચ્યા હતા, જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ગોલ્ડ ઈટીએફમાંથી રૂ. 462 કરોડ પરત ખેંચાયા હતા. છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષોમાં ગોલ્ડ ઈટીએફ સેગમેન્ટમાં નરમ વલણ રહ્યું હતું. નાણાકીય વર્ષ 2013-14, 2014-15 અને 2015-16 દરમ્યાન ફંડમાંથી અનુક્રમે રૂ. 903 કરોડ, રૂ. 1,475 કરોડ અને 2,293 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. જોકે ઈક્વિટી માર્કેટની મંદીને કારણે 2015-16માં ગોલ્ડ ઈટીએફમાં તેના અગાઉનાં બે વર્ષોની સરખામણીએ ઘટાડો ધીમો હતો.

ભારતીય ગોલ્ડ ઈટીએફમાં રોકાણકારોએ સતત આઉટફ્લો કર્યો હતો અને કીમતી પીળી ધાતુમાંથી નીકળવાનો માર્ગ પસંદ કર્યો હતો. ભારતીય રોકાણકારો ગોલ્ડ ઈટીએફમાં નીચા સ્તરે રોકાણ કર્યું હોવાને લીધે નફારૂપી વેચવાલી કાઢી હતી. જેથી તેમને સારું વળતર પ્રાપ્ત થયું હતું. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)એ બહાર પાડેલા તાજા ડેટા મુજબ ગયા મહિને ગોલ્ડ ઈટીએફમાં જુલાઈમાં રૂ. 183 કરોડની સરખામણીએ 51 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. જૂન, 2014માં રૂ. 227 કરોડનો આઉટફ્લો જોવાયા બાદ જુલાઈમાં સૌથી મોટો આઉટફ્લો જોવા મળ્યો હતો. જોકે જૂન, 2016માં રૂ. 80 કરોડ, મેમાં 79 કરોડ અને એપ્રિલ મહિનામાં રૂ. 69 કરોડનો આઉઠફ્લો જોવા મળ્યો હતો. રોકાણકારોને સારૂ રિટર્ન મળી રહ્યું હોવાથી અને આગામી દિવસોમાં ફેડ વ્યાજદર વધારશે તેવા અહેવાલે તેજી પાછી ફરશે તેવી માન્યતાએ રોકાણકારો રોકાણ પાછુ ખેંચી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...