તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • સનવાવમાં મનરેગાનાં શ્રમિકોનું બાકી વેતન તાત્કાલિક ચૂકવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સનવાવમાં મનરેગાનાં શ્રમિકોનું બાકી વેતન તાત્કાલિક ચૂકવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીરગઢડાનાંસનવાવ ગામે સને 2016-17નાં વર્ષ દરમિયાન ચાર અઠવાડિયા મનરેગાનું કામ ચાલુ હતું. તેમાં કે વિકનાં કિલ મનરેગા ઓફિસર દ્વારા 17/8/2016નાં ઓનલાઇન ચુકવણું કરવામાં આવેલ છે. તેમાં આશરે 50 ટકાથી વધુ શ્રમિકોનાં બિલનું ચુકવણું થતાં મજૂરોનાં બીલો બાબતે ભારે રોષ વ્યક્ત કરાય રહ્યો છે અને બાબતે જિલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને શ્રમિકોનાં નાણા વહેલીતકે ચુકવવા આવેદન અપાયું છે.

આવેદનપત્રમાં શ્રમિકો તેમજ અગ્રણીઓ દ્વારા એવા આક્ષેપ કરાયેલ છે કે, મનરેગા પ્રોગ્રામિંગ ઓફિસરને અવાર-નવાર રજૂઆત કરવા છતાં મસ્ટરમાં છેંકછાક થવાથી બિલો કરવામાં આવેલ નથી. રેકર્ડમાં છેકછાક કોણે કરી તેની તપાસ તાત્કાલિક કરી શ્રમિકોનાં બીલો ચુકવવા અને હાલ રોજગારી અભાવે આર્થિક તંગી ભોગવતા હોય શ્રમિકોનાં 19/8/2016નાં દરેક શ્રમિકોને વ્યક્તિગત અરજી ટીડીઓ આપવા છતાં બીલો કરાતા નથી. બીલો તાકીદે નહી ચૂકવાઈ તો શ્રમિકો દ્વારા તા.10/9/2016થી ગ્રામપંચાયત સનવાવ સામે પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપેલ છે.

અંગે ગામનાં સરપંચ હરીભાઇ નાનજીભાઇ ચાવડા જણાવેલ કે હાલ તાલુકા પંચાયત મનરેગા વિભાગ મોટાભાગનાં શ્રમિકોનાં નાણા ચુકવવા તમામ શ્રમિકોને એક લાકડીએ ચલાવી રહ્યા છે. તે દુ:ખદ બાબત છે. મનરેગા નિયમ અનુસાર જે-તે સમયે સાઇડ પર મજૂરો હોય પરંતુ તેમને સાઇડપર કામ માટેની ચોકડી ફાળવેલ હોય અથવા કામ સ્થળેથી પાણી ભરવા ગયા હોય આવા સમયે ચેકિંગ આવે તો તેને ગેરહાજર ગણી શકાય નહીં. તંત્ર દ્વારા 300થી વધુ શ્રમિકોનાં પેમેન્ટ અટકાવેલ છે. તેની તપાસ કરી ખરેખર ગેરહાજર સિવાય કામ કરી ગયેલા શ્રમિકોને પેમેન્ટ ચુકવી દેવા માંગણી કરેલ છે.

ડીડીઓને ગ્રામજનોએ આવેદન આપ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો