તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • ઉના શહેરમાંથી હજયાત્રાએ જનાર હાજીઓને વિદાય અાપવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉના શહેરમાંથી હજયાત્રાએ જનાર હાજીઓને વિદાય અાપવામાં આવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇસ્લામધર્મનાં દરે માનવીની જીદગીમાં એક વખત પવિત્ર યાત્રા હકરવાની મહાન ઇચ્છા હોયછે ઇચ્છા પરીપુર્ણ કરવા માટે ઉનાનાં હાજીઓને મુસ્લીમ બિરાદરો દ્વારા ભવ્ય વિદાય આપેલ હતી અને અમન શાંતિ, એકતા, ભાઇચારાની લાગણી દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરવા હજયાત્રાએ જતાં હાજીઓને શુભેચ્છા વ્યકત કરાયેલ છે.

ઉના ખાતે રહેતા પીર સૈયદ સીદીક બાપુ નજમુદીન કાદરી તેમજ પીરેતરીકત સૈયદ શમ્સુદીન બાપુ અહમદમીંયા કાદરી તેમની સાથે મુસ્લીમ સમાનાં અન્ય હાજી અને મહીલા હજીયાણીઓ પણ સફરે હજજ માટે રવાના થતાં અત્રેના મોટા પીર સાહેબની દરગાહ ખાતેથી પવિત્ર હજજ યાત્રાએ રવાના થતાં હાજીઓનું ફુલહારથી સન્માન કરી તેમને નાતે રસુલ પઢતા ઉના ખાતે આવેલ વડલા ચોક હઝરતશા પીરની દરગાહ પાસેથી બસ દ્વારા રવાના કરેલ અને તેઓ મક્કા ખાતે પહોંચી ગયા છે અને હાલ હજજ યાત્રા શરૂ કરેલ છે. હજયાત્રીઓને સન્માન કરી રવાના કરવા મોટી સંખ્યામાં મુસ્લીમ ભાઇ-બહેનો અને હજયાત્રીઓનાં સગા-સબંધીઓ ઉપસ્થીત રહ્યા હતા. હજયાત્રીકોએ પણપોતાની પવિત્ર હજયાત્રા સફળપુર્વક પરીપુર્ણ થઇ તેવી સર્વ કોઇ પાસે લાગણી વ્યકત કરી શુભેચ્છા પાઠવી હતી.

પરિવારનાં સભ્યોએ હારતોરા કરી શુભકામના પાઠવી . તસવીર- જયેશ ગોંધીયા

હારતોરા કરી શુભકામના અપાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો