તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • મોટા સમઢિયાળા પ્રકરણમાં પકડાયેલા ચારેય પોલીસનાં રીમાન્ડ કોર્ટે ફગાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટા સમઢિયાળા પ્રકરણમાં પકડાયેલા ચારેય પોલીસનાં રીમાન્ડ કોર્ટે ફગાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાનાંમોટા સમઢિયાળાનાં દલિત અત્યાચારની ઘટનામાં ગઇકાલે સીઆઇડીએ પીઆઇ ઝાલા, પીએસઆઇ પાંડે, હેડ કોન્સટેબલ કાનજીભાઇ ચુડાસમા અને મહિલા એએસઆઇ કંચનબેન પરમારની ધરપકડ કરી હતી. આજે 10દિ’નાં રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા રીમાન્ડ નામંજૂર કરી રાજકોટ જેલ હવાલે કર્યા હતા. સીઆઇડીનાં વકીલ સખનપરાએ પોલીસકર્મીઓની ભૂમિકા અંગે 10 મુદ્દા રજૂ કર્યા હતા. જેમાં સરકારી રેકર્ડમાં ફેરફાર કર્યાનો મુદ્દો પણ સમાવાયો હતો. તેમજ ભોગ બનનાર બાલુભાઇ સરવૈયાને મદદ કરવી જોઇએ પોલીસ અધિકારીઓએ કાયદા મુજબ કરી હોવાનું પણ જણાવ્યું હતું. તો રેકર્ડની ફોરેન્સિક તપાસ માટે કબ્જે લેવાનું બાકી હોવાનું, લોકોએ વર્ધી મળ્યા બાદ એન્ટ્રીઓ કર્યા બાદ તેમાં સુધારા કર્યાનું, માલિકે આગલા દિવસે ગાય ગુમ થયાની જાણ કરી હતી.

સીઆઇડી ક્રાઇમે 10 મુદ્દા રજૂ કરીને રીમાન્ડની માંગણી કરી હતી

ફરિયાદ લેનારજ આરોપી બન્યા

11જુલાઇનાં રોજ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા બાદ તેની ફરિયાદ તત્કાલિન પીઆઇ ઝાલાએ લીધી હતી. અને એક સમયે આરોપીઓને કોર્ટમાં લઇ જનારા અાજે ખુદ આરોપી તરીકે કોર્ટમાં રજૂ થયા હતા.

1500પાનાની ચાર્જશીટ રજૂ

સીઆઇડીએ1500 પેઇજનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું. જેમાં 337 સાક્ષીઓનાં નિવેદનો પણ છે. 52 મોબાઇલ કબ્જે કરાયા છે. ડે ટુ ડે કોર્ટ ચાલશે તેમ એસપી ત્રિવેદીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો