Home » Saurashtra » Somnath » Una » મીટર ગેજ ટ્રેન બંધ થતાં લોકોને ત્રણ ગણા ખર્ચનો ભાર પડે છે

મીટર ગેજ ટ્રેન બંધ થતાં લોકોને ત્રણ ગણા ખર્ચનો ભાર પડે છે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:30 AM

ઊના પંથકમાંથી જ રોજ 350 થી વધુ લોકો ટ્રેનનો લાભ લે છે

  • મીટર ગેજ ટ્રેન બંધ થતાં લોકોને ત્રણ ગણા ખર્ચનો ભાર પડે છે
    ઊના ગીરગઢડા પંથકમાં ભારે વરસાદના કારણે દેલવાડા, જૂનાગઢ વેરાવળ જતી લોકલ રેલ્વે ટ્રેકનુ ધોવાણ થઇ જતાં છેલ્લા 26 દિવસથી ટ્રેન બંધ હોવાના કારણે ગરીબ, પછાત વર્ગ, શ્રમિક, વિદ્યાર્થીઓ, અને કર્મચારીઓ સહિતના મુસાફરોને ભારે મુશ્કેલીનો સામો કરવો પડી રહ્યો છે. છવીસ દિવસ પહેલા ઉના ગીરગઢડા પંથકમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને આ પાણીએ નિકાલ માટે રસ્તા, નાળા સહિતના માર્ગોનુ ધોવાણ કરી નાખ્યું હતુ. અને જળબંબાકાર મચાવી દેતા હડમડીયા નજીક આવેલ પીછવી પીછવાનું તળાવ ઓવરફ્લો થઇ જતાં આ તળાવ ફાટતા આ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઇ દેલવાડા, જુનાગઢ, વેરાવળ લોકલ રેલ્વે ટ્રેકને નુકશાન થતા ટ્રેન બંધ થઇ છે. ત્યારથી લઇને આજ સુધી રેલ્વે વિભાગ દ્રારા ઝડપી કામ ન થતા લાંબા સમયથી મુસાફરોને પ્રાઇવેટ વાહન દ્રારા ત્રણ ગણો ખર્ચ કરીને જવાની નોબત આવી છે. આ બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતા આ કામગીરી તાત્કાલીક શરૂ થઇ ન હોવાથી લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. ઊનાથી રેલ્વેમાં નિયમીત ગરીબ, પછાત વર્ગ, શ્રમિક, વિદ્યાર્થીઓ, અને કર્મચારીઓ સહિતના 300 થી વધુ મુસાફરો ટ્રેનમાં સફર કરતા હોય અને ટ્રેન બંધ થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

    दैनिक भास्कर¾

    માંગ મીટરગેજની

    લોકલ ટ્રેન ચાલુ કરો

    24 દિવસથી સ્થાનીક આગેવાનોનું મૌન

    રેલ્વે સુવિધા ગત તા.16 થી બંધ હોય આજ દિવસ સુધી ઊના પંથકમાં સ્થાનિક સામાજીક સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો કે ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો પણ રેલ્વે સુવિધા વહેલી તકે પુનઃ શરૂ કરાવા ભેદી મોન સેવી લીધુ હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે.

    તંત્રએ સસ્તા ભાડાની સુવિધા છીનવી લીધી

    ઉના ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારના ગરીબ, શ્રમિક, અને સામાન્ય લોકો વધુ પડતા સસ્તા ભાડામાં રેલ્વે મુસાફરી કરતા હોય આ સુવિધાથી વંચીત રહેતા લોકોને વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. જ્યારે ટ્રેનની ટીકીટ જુનાગઢની રૂ.35, વેરાવળ રૂ.25, તાલાળા રૂ.20, હાલ રેલ્વે સેવા બંધ હોવાથી મુસાફરોએ નાછુટકે એસ ટી બસ અથવા અન્ય ખાનગી વાહનોમાં ત્રણ ગણા થી વધુ ભાડુ ચુકવી મુસાફરી કરવી પડે છે.

    જનજાગૃતિ સમિતી વિસાવદર દ્વારા રજૂઆત

    છેલ્લા એક અઠવાડીયાથી ટ્રેન શરૂ કરવા બાબતે વિસાવદર, તાલાલામાં લોકો સાથે વિવિધ સંસ્થાનાં આગેવાનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિસાવદર તાલુકાનાં વિવિધ ધંધા, રોજગાર સાથે જોડાયેલા 70 જેટલા ગામડાઓનાં આર્થિક પસાત મુસાફરો માટે અેક માત્ર માધ્યમ રેલ્વે સ્ટેશન હોવાથી ભારે 3 ગણા ભાડા ખર્ચીને મુસાફરી કરવી પડી રહી છે. આ બાબતે જનજાગૃતિ સમિતી દ્વારા મુખ્યમંત્રી રૂપાણી અને સાંસદ રાજેશ ચુડાસમાને લેખીતમાં રજૂઆત કરી આ મીટર ગેજ ટ્રેન શરૂ કરવા માંગ કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending