• Home
  • Saurashtra
  • Somnath
  • Una
  • ઉના ખાંડ ફેક્ટરીનાં કામદારોની 18મીએ બેઠક, સુપ્રીમમાં કેસ

ઉના ખાંડ ફેક્ટરીનાં કામદારોની 18મીએ બેઠક, સુપ્રીમમાં કેસ

ઉના ખાંડ ઉદ્યોગ સુગર ફેક્ટરી ઘણા લાંબા સમયથી બંધ પડી છે. અને સૌરાષ્ટ્ર મજૂર સંઘની કાયદાકીય જહેમતથી 600 કામદારોના...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:30 AM
ઉના ખાંડ ફેક્ટરીનાં કામદારોની 18મીએ બેઠક, સુપ્રીમમાં કેસ
ઉના ખાંડ ઉદ્યોગ સુગર ફેક્ટરી ઘણા લાંબા સમયથી બંધ પડી છે. અને સૌરાષ્ટ્ર મજૂર સંઘની કાયદાકીય જહેમતથી 600 કામદારોના હક્ક હિસ્સાની રકમ 22 કરોડ નક્કી કરાવવામાં સફળતા મળેલી છે. જેનો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. જેની ચર્ચા વિચારણા કરવા સંઘનાં મંત્રી દિલીપભાઇ ઠાકરના અધ્યક્ષપદે તારીખ 18નાં બપોરે 1 વાગ્યે ઉના સુગર ફેક્ટરી પાસે સિધ્ધેશ્વર મંદિરના પટાંગણમાં રાખવામાં આવેલ છે. આ બેઠકમાં સંઘના અન્ય હોદ્દેદારો અને કામદારો હાજર રહી માહિતી આપનાર હોઈ સર્વે કામદારો, કામદારોના વારસદારોને પોતાના આધાર કાર્ડની નકલ તથા મોબાઇલ નંબર સાથે ઉપસ્થિત રહેવા સંઘના મંત્રી કિરીટભાઇ વોરાએ જણાવ્યું છે.

X
ઉના ખાંડ ફેક્ટરીનાં કામદારોની 18મીએ બેઠક, સુપ્રીમમાં કેસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App