• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • સનખડા આરોગ્ય કેન્દ્રનાં મેદાનમાં વિવિધ પ્રકારનાં 100 વૃક્ષનું રોપણ

સનખડા આરોગ્ય કેન્દ્રનાં મેદાનમાં વિવિધ પ્રકારનાં 100 વૃક્ષનું રોપણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉના તાલુકાના સનખડા આરોગ્ય કેન્દ્રના કંપાઉન્ડમાં પર્યાવરણીય જાગૃતિ અર્થે ઐાષધિય ઉપયોગિતા ધરાવતા વૃક્ષો તેમજ ફુલ-છોડના વાવેતરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દરેક કર્મચારીઓ દસ વૃક્ષ ઉછેરવાની નૈતિક જવાબદારી લીધેલ હતી.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અંદાજે 100 જેટલા વૃક્ષો તેમજ ફુલ-છોડનું વાવેતર કરાયું હતું. જેમાં બિલી, ગુગળ, આમળા, અરડૂસી, ગળો, કરંજ, સરગવો, લીંમડો, મીઠો લીમડો જેવા વૃક્ષો તેમજ ફુલ ઝાડનું વાવેતર ફાર્માસિષ્ટ અપારનાથી કેતનગીરી, બી.કે ગોહીલ, જીગ્નેશભાઇ મકવાણા, રવિરાજ રાઠોડ, એમ.પી.એસ દાફડાભાઇ સહીતના કર્મચારી ગણ અને સનખડાના જાગ્રૃત યુવાનો દ્રારા સફળતા પૂર્વક પુર્ણ કરવામાં આવેલ હતુ.

અન્ય સમાચારો પણ છે...