Divya Bhaskar

Home » Saurashtra » Somnath » Una » જૂનાગઢથી મીટરગેજ ટ્રેનો બંધ થતાં રેલ્વે વિભાગને લાખો રૂપિયાનું નુકસાન

જૂનાગઢથી મીટરગેજ ટ્રેનો બંધ થતાં રેલ્વે વિભાગને લાખો રૂપિયાનું નુકસાન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:30 AM

નારાજગી | ગીર-સોમનાથમાં પડેલા ભારે વરસાદને કારણે ટ્રેનના પાટા ધોવાઇ ગયા પાટાનું નિરીક્ષણ કરાયું, હવે ટૂંક...

  • જૂનાગઢથી મીટરગેજ ટ્રેનો બંધ થતાં રેલ્વે વિભાગને લાખો રૂપિયાનું નુકસાન
    સાૈરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. ગીરસોમનાથમાં એકીસાથે સિઝનનો 50 ટકા વરસાદ ખાબક્યો હતો. ગીરસોમનાથમાં થયેલી અતિવૃષ્ટિના કારણે ભારે નુકસાની થઇ હતી. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. તો ખેતરોનું ધોવાણ પણ થયું હતું. જૂનાગઢથી અમરેલી, દેલવાડા માટે જતી મીટરગેજ ટ્રેનના પાટાનું ઊના-દેલવાડા નજીક ધોવાણ થઇ જતા તા.16 જુલાઇથી મીટર ગેઇજની સમગ્ર ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી અને વરસાદના વિરામ બાદ પણ ટ્રેન તા.22 ઓગષ્ટ સુધી બંધ રહેશે તેવી રેલ્વે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. ટ્રેન રદ થતા મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. વરસાદના વિરામ બાદ પણ ટ્રેન શરૂ કરવા ન અાવતા આંદોલન શરૂ કરાયું છે. છેલ્લા 24 દિવસથી મીટરગેજ ટ્રેનો બંધ રહેતા રેલ્વે તંત્રની આવકમાં લાખો રૂપિયાનો ઘટાડો થયો છે.

    મીટરગેજ ટ્રેનમાં રોજના 2 હજારથી પણ વધુ લોકો મુસાફરી કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે મીટરગેજ ટ્રેન બંધ થતા રેલ્વેને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

    કઇ-કઇ ટ્રેનો દોડે છે?

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending