Home » Saurashtra » Somnath » Una » સમન્સ બજાવવા ગયેલા પોલીસ કર્મી પર જુગાર રમતા શખ્સોએ કર્યો હુમલો

સમન્સ બજાવવા ગયેલા પોલીસ કર્મી પર જુગાર રમતા શખ્સોએ કર્યો હુમલો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:30 AM

સૈ. રાજપરામાં પોલીસને માર મારી ટોળું બે શખ્સોને પણ છોડાવી ગયું

  • સમન્સ બજાવવા ગયેલા પોલીસ કર્મી પર જુગાર રમતા શખ્સોએ કર્યો હુમલો
    ઉનાનાં સૈયદ રાજપરામમાં સમન્સની બજવણી કરવા ગયેલા લોકરક્ષક પર જુગાર રમતા શખ્સોએ હુમલો કર્યો હતો. આથી તેણે બે શખ્સોને પકડતાં ટોળાએ ધસી આવી તેને માર મારી બંને શખ્સોને છોડાવી ગયું હતું.

    સૈયદ રાજપરા ગામે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો લોકરક્ષક સંદિપકુમાર રામભાઇ સોલંકી (ઉ. 25) ગઇકાલ તા. 8 ઓગષ્ટે સાંજે 7:45 વાગ્યે સમન્સની બજવણી કરવા ગયો હતો. રાત્રે 8:15 વાગ્યે તે પોતાની મોટર સાઇકલ પર સૈયદ રાજપરા પહોંચ્યો. ત્યાં મંદિર પાસે કેટલાક માણસો ગોળ કુંડાળું વાળીને જુગાર રમતા હતા. આથી સંદિપકુમારે એ પૈકી બે શખ્સોને પકડી લીધા હતા અને બાકીના નાસી ગયા હતા. તેને નામ પૂછતાં એકનું નામ મંગા કાંતિ અને બીજાએ પોતાનું નામ રામુ જણાવ્યું હતું. પોલીસમેને બંનેના ફોટા પાડી લીધા હતા. એવામાં એક ટોળું ત્યાં ધસી આવ્યું હતું. અને સંદિપકુમાર સાથે ઝપાઝપી કરી તેને ઢીકાપાટુનો માર મારી પકડાયેલા બંને શખ્સોને છોડાવી ગયા હતા. બનાવ અંગે સંદિપકુમારે રાજપરા પોલીસ ચોકીનાં ઇન્ચાર્જ યુસુફખાન શેરખાનને જાણ કરી હતી. અને સીમર બોલાવ્યા હતા. જ્યાં પોલીસનો વધારાનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. અને તેમની સાથે પોલીસ સ્ટેશને જઇ ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending