ભેંસાણનાં પરબવાવડી ગામે અગાઉનાં મનદુ:ખમાં યુવાનને એક શખ્સે માર માર્યો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભેંસાણનાં પરબવાવડી ગામે રહેતા ભરતભાઇ ઉકાભાઇ સાસીયાને અગાઉનાં ટ્રેકટર બાબતે બોલાચાલી થયેલ અને બાદમાં સમાધાન થયેલ જેના મનદુ:ખમાં કના મંગા સોંદરવાએ પાઇપથી માર મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી હતી.