• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઊના અને ગીરગઢડા તાલુકામાં BSNL નેટ કનેક્ટીવીટીના ધાંધીયા, લોકો હેરાન પરેશાન

ઊના અને ગીરગઢડા તાલુકામાં BSNL નેટ કનેક્ટીવીટીના ધાંધીયા, લોકો હેરાન-પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના-ગીરગઢડા તાલુકા અને શહેરી વિસ્તારમાં બીએસએનએલ નેટ કનેક્ટીવીટીના ધાંધીયાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

એક તરફ દેશને ડિઝીટલ યુગમાં લઇ જવાની વાતો વચ્ચે સમગ્ર સરકારી, અર્ધ સરકારી, સંસ્થા, બેંકીગ વ્યવસ્થા તેમજ તમામ પ્રકારની કામગીરી ઓનલોઇન કરી દેવાતા લોકોને સામાન્ય કામ માટે પણ નેટ કનેક્ટીવીટીના અભાવે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. પરંતુ તેમ છતાં પણ પોતાના કામો થતાં ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત કચેરીઓમાં બીએસએનએલનેટ કનેક્ટીવીટીના જોડાણ ન અપાતા આવી કચેરી શાળાઓમાં સરકારે આપેલ કિંમતી સાધનો કોમ્યુટર અને ઇલેકટ્રોનીક વસ્તુઓ બંધ હાલતમાં પડી રહી છે. છેલ્લા બે માસ જેવા લાંબા સમયથી ઊના ખાતે આવેલ બીએસએનએલ કચેરીના અંધેર વહીવટી તંત્ર અને હિન્દીભાષી કર્મચારીઓની નિષ્ક્રીયતાના કારણે દરેક ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં નેટ કનેક્ટીવીટી ન મળતી હોવાની ચોકાવનારી ફરિયાદો અને અધિકારીઓ દ્રારા નોટીસ પાઠવા છતાં કોઇપણ સુધારો કરવામાં ન આવતો હોવાના કારણે ઊના અને ગીરગઢડા તાલુકામાં આવેલ નાયબ કલેક્ટર કચેરી, મામલતદાર, તા.પંચાયત, સંઘ, ખેતીવાડી કેન્દ્ર ગ્રામ પંચાયતો તેમજ બીઆરસી ભવન, શિક્ષણ વિભાગ બેંકિગ વ્યવસ્થા, પોસ્ટ ઓફીસ, દસ્તાવેજ રજીસ્ટાર કચેરીઓમાં બીએસએનએલ કનેક્શન ટેલીફોનના જોડાણ સાથે હોય આ કચેરીઓ વારંવાર નેટ કનેક્ટીવીટીની પરેશાની હોવાના કારણે લોકો અને સામાન્ય વર્ગના, શ્રમિક વર્ગના લોકોને સામાન્ય કામો માટે કલાકો સુધી બેસી રાહ જોવી પડે છે અને કોઇ કામો પુરા થતા ન હોવાના કારણે દૂર-દૂર વિસ્તારના લોકોના માથે આર્થિક ખર્ચ કરવા છતાં કામગીરી વગર પરંત ફરવુ પડે છે. કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ નેટ કનેક્ટીવીટીના અભાવે કામગીરી અટકી હોવાના રૂઆબ બહાના ધરી દેતા હોવાના કારણે લોકો કર્મચારીઓ પણ ભારે પરેશાની અનુભવે છે. હાલમાં લોકોના ખેતીવાડી બિયારણ શૈક્ષણિક દાખલા અને બેંકીગ લેણદેણ તેમજ જીએસટી બીલો તેના પત્રકો સહિતની કામગીરી તેમજ અતિવૃષ્ટીના કારણે સરકારી ઓનલાઇન કામગીરી બંધ રહેતા ભારે મુશ્કેલી અનુભવે છે. જેથી તંત્ર દ્વારા યોગ્ય કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...