તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઉનાનાં સોખડા અને ગુંદાળાનાં એકેય ઘરમાં નથી ગેસ જોડાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાનાં સોખડા અને ગુંદાળાનાં એકેય ઘરમાં નથી ગેસ જોડાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોને ડર છે ગેસ મળતાં ક્યાંક કેરોસીન મળતું બંધ થઇ જાય

ગેસકનેક્શન શું કહેવાય એની મને ખબર નથી. ગામમાં કોઇએ ગેસ કનેક્શનની વાત પણ કરી નથી. હું તો વર્ષો થી ચુલા પરજ રસોઇ બનાવું છું. ધુમાડાથી મુંઝારો થાય, શ્વાસની તકલીફ પડે. અને મારી બન્ને આંખો ખરાબ પણ થઇ ગઇ. ઓપરેશન પણ કરાવ્યું. હવે શું ગેસ કનેક્શન લેવું. એમ સોખડા ગામની પીઠીબેનનું કહેવું છે. અા ગામમાં લોકોને એવો ડર છે કે, ગેસ કનેક્શન મળવાથી ક્યાંક અમને કેરોસીન મળતુંય બંધ થઇ જશે તો પરંતુ તેઓને વાતનું જ્ઞાન નથી કે, ગેસ કનેક્શન મળ્યા પછી કેરોસીનની જરૂરજ નથી પડતી.

તંત્ર ઉજ્જવલા યોજનાની અમને કોઇ માહિતીજ નથી આપી. અમારા ગામમાં એકપણ ગેસ કનેક્શન નથી. અમે તો વર્ષોથી સીમમાંથી બળતણ લાવી ચુલો સળગાવીએ છીએ. અમારા ઘરની મહિલાઓમાં ગેસ વિશેનું જ્ઞાન પણ નથી. એમ ગુંદાળાનાં પૂર્વ સરપંચ પીરૂભાઇ ઉનડનું કહેવું છે. ઊનાથી 10 કિમી દૂર આવેલા ગુંદાળામાં દલિત અને મુસ્લીમ વસ્તી વધુ છે. ગામમાં 150 થી 180 મકાનો છે. ઉજ્જવલા યોજના શું છે એવો સવાલ તેઓ સામો કરે છે. આજે પણ ગામની મહિલાઓ ચુલામાંજ રસોઇ બનાવે છે. ચુલાનો ધુમાડો તેઓની આંખોમાં આંસુ લાવી દે છે. એજ રીતે ઊનાથી 20 કિમી દૂર આવેલા સોખડાની વસ્તી અંદાજે 2 હજારની છે. ગામમાં 200 થી 250 ખોરડા છે. ગ્રામ પંચાયત મહિલા સંચાલીત છે. જેમાં સરપંચ થી માંડી 8 સભ્યો પણ મહિલાજ છે. ગામમાં ચુલાને લીધે મેણાબેન મેઘાભાઇ જેઠવા નામની મહિલાને તો જલંદર નામનાં રોગનો ભોગ બનવું પડ્યું છે. રોગમાં દર્દીનું પેટ ફૂલી જાય છે. ગામ લોકોને ઉજ્જવલા યોજનાની આછી પાતળી ખબર છે. પણ તંત્ર ક્યારેય પણ બાબતે માહિતી નથી આપી. આજે પણ ગામની મહિલાઓ 5 થી 7 કિમી ચાલીને બળતણ લેવા જાય. અને ચુલા સળગાવે. ચોમાસામાં તો તેનો સંગ્રહ કરી રાખવો પડે. જો સરકાર ગેસ કનેક્શન આપતી હોય તો અમારી તો તે લેવાની તૈયારી છેજ. અેમ ગામનાં સરપંચ રતનબેનનાં પતિ ભાણાભાઇ જેઠવા કહે છે. સોખડાનાં ઉપસરપંચ કાનુબેન મેવાડા તો ત્યાં સુધી કહે છે કે, ચુલાનાં તાપથી આંખો બળવાની સાથે ક્યારેક તો દાઝી પણ જવાય છે. દિવ્ય ભાસ્કરની ટીમ બન્ને ગામની મુલાકાત લીધી ત્યારે ગ્રામજનો જણાવ્યું હતું કે, ઉજ્જવલા યોજના વિશે તમે આજે કહ્યું તો થોડો ખ્યાલ આવ્યો. બાકી યોજના વિશે અમે ફક્ત ટીવીમાં જોઇએ છીએ. ખુબીની વાત છે કે, બન્ને ગામોનો પાછો ઉજ્જવલા યોજનામાં તો સમાવેશ થઇ ગયો છે. બંને ગામોમાં આંગણવાડી અને સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન માટેજ ગેસ કનેક્શન મળ્યા છે. નાઘેર પંથકનાં મોટાભાગનાં ગામડાંઓ હજુ પણ ગેસ વિહોણા છે.

શું કહે છે તબીબ ?

ચુલામાંરસોઇ બનાવવાને લીધે મહિલાઓને શ્વાસની બિમારી, કેન્સર જેવા રોગો પણ થઇ શકે છે. તે આંખ અને ચામડીને પણ નુકસાનકર્તા તો છે જ. -ડો. અેન. જી. પરમાર, બ્લોક હેલ્થ ઓફિસર, ઉના

ઊના પંથકનાં ગામડાઓમાં નામ પૂરતા ગેસ જોડાણ, એલપીજી ગેસ મોટાભાગનાંએ જોયો સુદ્ધાં નથી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો