તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોબનો માછીમાર યુવાન 8 વર્ષથી લાપતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાનાકોબ ગામે રહેતા વિધવા મહીલા લાભુબેન ચાવડાએ મુખ્યમંત્રી સમક્ષ વેદના ઠાલવતા જણાવ્યું છે કે, પોતાનો પતિ શામજીભાઇ રામભાઇ ચાવડા તા.16/1/2009ના પોરબંદરના લક્ષ્મીબેન લાલજીભાઇ ગોહીલની બોટ દીપમાં માછીમારી કરવા ગયેલ અને બોટ પલ્ટી મારી જતા બોટમાં રહેલા 4 ખલાસી ગુમ થયેલ જેમાં મારા પતિ આજ સુધી જીવીત કે મૃતક હાલતમાં મળી આવેલ નહી જેની પોલીસમાં નોંધ પણ કરાવેલ હોય હાલમાં મારા પતિના મોત બાદ મારા 2 સંતાનો અને મારા વૃધ્ધ સાસુ દેવીબેન તથા રામભાઇ સહીત 5 જણાનું ભરણ પોષણની જવાબદારી મારા ઉપર આવી પડેલ છે.

7 વર્ષના લાંબા સમય બાદ પણ માછીમાર પરીવારને કોઇ પણ જાતની સરકારી સહાય મળી નથી કે બોટ માલીકો દ્રારા કોઇપણ વળતર ચુકવવામાં આવેલ નથી આથી દુખદ બાબતએ છેકે માછીમાર દરીયામાં મૃત્યુ પામ્યા બાદ તેની લાશ મળતા તેની અંતીમ વિધી પણ કરી શકાતી નથી તેના કારણે તેને જેતે કચેરી માંથી મરણ દાખલો આપવામાં આવતો નથી. જેના કારણે મહીલાને વીધવા સહાય કે મૃતક સહાય સહીતની કોઇ પણ સરકારની સહાય મળતી નથી બાબતે સરકારના લાગતા વળગતા તમામ મંત્રી અને ભાજપના તમામ નેતાઓને જાણ કરવા છતા આજ દિવસ સુધી સહાય મળી નથી આવા દરીયાઇ હદમાં અકસ્માતે મોત નિપજતા ગરીબ અને સંપુર્ણ નિરાધાર એવા માછીમારોના પરીવારને મંત્રી રાહત નિધી ફંડમાંથી તાત્કાલીક સહાય ચુંકવી મદદ રૂપ થવુ જોઇએ અથવા તો તાત્કાલીક ધોરણે તેને મરણ દાખલાઓ કાઢી આપવા જોઇએ તેવી માંગણી માછીમાર પરીવારમાં ઉઠવા પામેલ છે. જો કે આવા કિસ્સાઓમાં માછીમારને વચગાળાની સહાય માટે ધારાસભ્ય પુંજા વંશે સવાલો ઉઠાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...