તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • કોમોડિટી એક્સચેન્જને ઓપ્શન ટ્રેડિંગ માટે મંજૂરી, ખેડૂતોને ફાયદો થશે: સેબી

કોમોડિટી એક્સચેન્જને ઓપ્શન ટ્રેડિંગ માટે મંજૂરી, ખેડૂતોને ફાયદો થશે: સેબી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટીડેરિવેટિવ્ઝ માર્કેટને વધુ વિકસીત કરવાના હેતુ અને નાણાંકિય તરલતા જાળવી રાખવા બજાર નિયામક સેબીએ કોમોડિટી એક્સચેન્જોમાં ઓપ્શન ટ્રેડિેંગને મંજૂરી આપી હતી. એક્સચેન્જો, રોકાણકારો અન માર્કેટના સહભાગીઓ આની લાંબા સમયથી માગ કરી રહ્યા હતા.આ ઓપ્શન ટ્રેડિંગ શરૂ કરવાની મંજૂરી આજથી અમલી બનાવવામાં આવી હતી. જે કોમોડિટી એક્સચેન્જીસ ઓપ્શન કોન્ટ્રેક્ટ શરૂ કરવા માગતા હશે તેણે નિયામકની અગાઉથી મંજૂરી લેવી પડશે અને તેની વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, તેને અનુસરવી પડશે. સેબીએ નિર્ણય કોમોડિટી ડેરિવેટિવ્ઝ એડવાઇઝરી કમિટી (સીડીએસી)ની ભલામણોને આધારે લીધો હતો. વર્ષના પ્રારંભે નાણાપ્રધાન અરુણ જેટલીએ 2016-17ના બજેટના ભાષણમાં જાહેરાત કરી હતી કે સેબી દ્વારા કોમોડિટી ડેરિેટિવ્ઝ માર્કેટમાં નવાં ઉત્પાદનોને વિકસાવવામાં આવશે. નાણાકીય વર્ષ 2015-16માં કોમોડિટી એક્સચેન્જોનું ટર્નઓવર રૂ. 67 લાખ કરોડના સ્તરે હતું, જે તેની અગાઉના નાણાકીય વર્ષની સરખામણીએ નવ ટકા વધુ હતું. જૂનના અંતે રાષ્ટ્રીય એક્સચેન્જો -એમસીએક્સ, એનસીડેક્સ અને એનએમસીઈ- ત્રણેનું કુલ એકત્રિત કૃષિ પેદાશોમાં ટર્નઓવર રૂ. 77,696 કરોડ હતું, જ્યારે બિનકૃષિ કોમોડિટીનું ટર્નઓવર રૂ. 5.73 લાખ કરોડ હતું.

ડાયમન્ડ, એગ્સ સહિત નવી કોમોડિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં સામેલ કરવામાં આ‌વ્યા હતા. એક્સચેન્જોએ સંબંધિત નિયમો અને રેગ્યુલેશનના અમલીકરણ માટે જરૂરી સુધારાવધારા કરવા પડશેના જવાબમાં સેબીએ કહ્યું હતું કે નોટિફિકેશન આજથી અમલમાં આવશે. અન્ય કોમોડિટીની યાદીમાં કોફી, સુગર, ગવાર સિલ્ક, કાર્બન ક્રેડિટ, ડીઝલ અને પેટ્રોલ, ઘઉં, એલચી, મરચાં, તજ, લવિંગ, આદું અને હળદરનો સમાવેશ થાય છે. કેટલીક કીમતી ધાતુઓમાં સોના, ચાંદી અને પ્લેટિનમને પણ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટની યાદીમાં સામેલ કરવામાં આવી છે, જેનું એક્સચેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. સેબીએ કોમોડિટી એક્સચેન્જોને પરિપત્રના અમલીકરણ ક્યારથી કરવાનું એની જાણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સેબી સાથે ફોર્વર્ડ માર્કેટ કમિશન (એફએમસી)નું ગયા સપ્ટેમ્બરમાં વિલીનીકરણ થયા બાદ કોમોડિટી માર્કેટનું નિયમન કરવાનો પ્રારંભ કર્યો હતો. એનઅેસસીએલના કૌભાંડ બાદ કોમોડિટી વાયદાના વોલ્યુમ સાવ તળીયે બેસી ગયા હતા. અને એફએમસીનું સેબીમાં વિલિનિકરણ થાય બાદ સેબી દ્વારા નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે.

કોમોડિટીએક્સચેન્જોએ સેબીના પગલાને આવકાર્યું : કોમોડિટીબજારોમાં ઓપ્શન ટ્રેડિંગની સેબી દ્વારા મંજૂરી આપવાના પગલાને કોમોડિટી એક્સચેન્જોએ આવકાર્યું હતું. ઓપ્શનની રજૂઆતને પગલે ભારતીય કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટ ઉત્પાદનો અને સહભાગીતા- બંને રીતે ઊંડાણ આવશે, જે હાલના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ માટે કોમ્પલીમેન્ટ છે, જેથી કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટ વધુ વાઇબ્રન્ટ અને કાર્યક્ષમ બનશે.

ઐતિયહાસિક કદમને કારણે કોમોડિટી માર્કેટમાં લાંબા સમયથી નોંધપાત્ર ઊંડાણ રહેશે. સેબીએ કોમોડિટી માર્કેટના નિયમને એક વર્ષ પૂરું થયાની વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ઓપ્શન ટ્રેડિંગની મંજૂરી આપી હતી. હેજર્સ માટે ફ્યુચર્સની તુલનાએ ઓપ્શન હેજિંગનું સારું સાધન છે, એમ એનસીડેક્સે એક યાદીમાં જણાવ્યું હતું.

એમસીએક્સના એમડી અને સીઈઓ શ્રી મૃગાંક પરાંજપેએ જણાવ્યું હતું કે, ઓપ્શન્સથી ભારતીય કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટ્સમાં બદલાવ આવશે અને તે વધુ સઘન બનશે. તેના પરિણામે વર્તમાન વાયદા કોન્ટ્રેક્ટ્સને બળ મળશે અને ભારતીય કોમોડિટી ડેરિવેટિવ્ઝ વધુ પ્રગતિશીલ અને કાર્યક્ષમ બનશે. ખેડૂતો અને એસએમઈ જેવા સહભાગીઓ માટે મૂલ્યની દૃષ્ટિએ અસરકારક હેજિંગને પ્રોત્સાહન મળશે.

ડાયમંડ, કોકો, બ્રાસ સહિત 6 કોમોડિટી જાહેર

એક્સચેન્જો પરની ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગની યાદીમાં ડાયમન્ડ, ટી અને ઈંડાંને સામેલ કરવામાં આવ્યા છે. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદના અધ્યક્ષસ્થાને નિષ્ણાતોની સમિતિનાં સૂચનોને પગલે અને બજાર નિયામક સેબી સાથે સલાહમસલત કર્યા બાદ સરકારે 85થી વધારીને 91 કોમોડિટીની યાદીની જાહેરાત કરી હતી. જેના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ લોન્ચ કર્યા હતા અને એક્સચેન્જો પર તેના વેપાર કરવામાં દેવામાં આવશે. કોકા, પિગ આયર્ન અને બ્રાસ સહિત નવી કોમોડિટીમાં રજૂ કરવામાં આવી હતી. સમિતિએ કુલ આઠ કોમોડિટી સામેલ કરવાનું સૂચન કર્યું હતું, જ્યારે માત્ર છનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વોલ્યૂમ અને લિક્વિડિટી વધશે, ઓપ્શન માટે 91 કોમોડિટીની યાદી જાહેર

અન્ય સમાચારો પણ છે...