તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને ‘પ્રોફેસરી’નો ચેપ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હે છે કે સરકાર હવે ખેડૂતોને તાલીમ આપીને ‘પ્રોફેસર ખેડૂત’નું સર્ટિફિકેટ આપશે !

વાહ ભઈ વાહ, આઈડિયા તો સારો છે, પણ ધારો કે ખેડૂતોને ‘પ્રોફેસરગીરી’નો ચેપ લાગી ગયો... તો?

* * *

ખેડૂતો દિવાળીમાં ત્રણ વિકનું અને ઉનાળામાં આઠ વિકનું વેકેશન પાડશે. એટલું નહિ, દર રવિવારે તથા જાહેર રજાના દિવસે ખેતરમાં જશે નહિ.

* * *

બી, છોડ તથા વિવિધ પ્રકારની ફસલોએ જાતે ઊગવાનું રહેશે. ઊગવાના ટ્યૂશનો બહારથી મળશે નહિ.

* * *

પાણી કે ખાતર વગેરેની વધારે પડતી ડિમાન્ડ કરવી નહિ. જે સ્ટોકમાં હશે તે મળશે.

* * *

ખેતરમાં એડમિશન લેવા માટે ફોર્મ ભરવાનું રહેશે. બિયારણના મેરિટ લિસ્ટ મુજબનું એડમિશન મળશે.મેરિટ નબળું હોય તો ડોનેશન આપવું પડશે.

* * *

ટ્રેક્ટર, થ્રેશર, ફીડર, દવા છાંટવાના પંપ વગેરે મશીનો માત્ર ડેમોન્સ્ટ્રેશન માટે હશે. ખેતર છે. કંઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કશોપ નથી.

* * *

ખેતરમાં સેમિસ્ટર પદ્ધતિ ચાલશે. જે બીજ ઊગવામાં કે ફળ અથવા દાણા આપવામાં નિષ્ફળ જશે તેણે તે પછીની સિઝનમાં એટીકેટી પાસ કરવી કરવી પડશે

* * *

દાખલા તરીકે, શિયાળુ પાકમાં નિષ્ફળ ગયેલાએ ઉનાળું પાકની સાથે સાથે ઊગવાનું રહેશે.

* * *

નબળા પાકનું રિઝલ્ટ સુધારવા માટે ફિક્સ પગારવાળા ‘બીજ સહાયકો’ની મદદ લેવામાં આવશે. પ્રોફેસરોને તસ્દી આપવી નહિ.

* * *

‘ખેડૂત પ્રોફેસર’ જ્યારે કોઈ કારણસર ગેરહાજર હોય ત્યારે પ્રોક્સી ટીચર તરીકે ચાડિયાને મૂકી જશે!

* * *

ફસલના છોડવાઓ ખેતરમાંથી જતા રહે તે માટે ખેડૂત પ્રોફેસરો જોક્સ તથા શાયરીઓ કહેશે!

* * *

ખેડૂત પ્રોફેસરો પીએચડી પણ કરશે. જેના વિષયો કંઇક આવા હશે... “કથાબીજ તથા ભાઈબીજ વચ્ચેના સાત્વિક-તાત્વિક સંબંધની ફળાત્મક અસરો”, “સજીવારોપણ અલંકાર દ્વારા થતી સમકાલીન સર્જનાત્મક ખેતીમાં રહેલી સુષુપ્ત સંભાવનાઓ”... વગેરે.

{મન્નુ શેખચલ્લી

અન્ય સમાચારો પણ છે...