તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • ઊનાની 20 ગ્રા.પંચાયતની ચૂંટણીમાં અનામત વોર્ડ બેઠકો પર બહારનાં ઉમેદવારો લડશે.?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊનાની 20 ગ્રા.પંચાયતની ચૂંટણીમાં અનામત વોર્ડ બેઠકો પર બહારનાં ઉમેદવારો લડશે.?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતરાજ્યમાંં ગત ડીસેમ્બરના ગ્રામપંચાયતોની ચુંટણી યોજાઇ ગઇ હતી ચુંટણીમાં રાજ્ય અને કેન્દ્ર ચુંટણી પંચ દ્વારા સને 2011 ની છેલ્લી વસ્તી ગણતરીના આધારે વોર્ડ રચના અને બેઠકોનું રોટેશન મુજબ અનામત અંગે જાહેરનામું કરવામાં આવેલ જુદી જુદી કોર્ટનાં ચુકાદાને આધીન જેતે ગામોમાં અલગ અલગ જાતિની વસ્તી આધારીત અનામત બેઠકો નક્કી કરવામાં આવી હતી તે મુજબ ડીસેમ્બર 2016માં ચુંટણી કરાયેલ હતી. ચુંટણીમાં ઊના તાલુકાના 21 ગ્રામ પંચાયતની વોર્ડ બેઠકમાં અનુસુચિત આદીજાતીના ઉમેદવાર માટે અનામત હતી પરંતુ ચુંટણીમાં ઊના તાલુકામાં આદીજાતીની વસ્તી હોવાના કારણે આવી બેઠક પર ફોર્મ ભરાયા હતાં અને ઉમેદવાર હોવાના અભાવે બેઠકો ખાલી પડેલ હતી. બે માસના સમય બાદ આવી ખાલી પડેલી બેઠકો ભરવા ગુજરાત ચુંટણી પંચ દ્વારા 18/3/2017નાં રોજ જાહેરનામું બહાર પાડી 8/4/2017ના રોજ ચુંટણી યોજ્યા જાહેરાત કરાતા અધિકારી અને રાજકીય પક્ષોમાં દોડધામ મચી રહી છે. એક બીજી પાર્ટીઓના આગેવાનો કાર્યકરો દ્વારા અન્ય જીલ્લા અને તાલુકામાં વસ્તા આદીજાતી જ્ઞાતીના ઉમેદવારોને પોતાના વિસ્તારની ચુંટણી યાદીમાંથી નામ કમી કરાવી તાલુકામાં ચુંટણી યોજાતા ગ્રામ્ય વિસ્તારની ચુંટણી યાદીમાં નામ દાખલ કરાવવા ધમ પછાડા કરી રહ્યાં છે અને ચુંટણી યાદીમાં નામ દાખલ કર્યા બાદ તેને ઉમેદવાર બનાવી ચુંટણી લડાવી ચુંટણીપંચના કાયદાનો ગેરલાભ ઉઠાવી રહ્યાં છે.ω સને 2011ની વસ્તી ગણતરી વખતે ઊના તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં એક બે વ્યકિત અન્ય આદીવાસી વિસ્તારમાંથી પંથકમાં સરકારી નોકરી કરતા હતા અને સમય જતાં નોકરી કરતા પરીવારો બદલી કરી ચાલ્યા જતાં હોય છે. પરંતુ વસ્તી ગણતરી વખતે આવી વ્યકિત આદીવાસી જ્ઞાતીના લોકો રહે છે. તે રેકર્ડ આધારીત આવતા તેમને પંચાયત સાસનમાં પ્રતિનિધી મળે તેવા હેતુ સાથે અનામત બેઠકનો લાભ અપાતો રહે છે. વાસ્તવિક રીતે પ્રથમ વખતની સામાન્ય ચુંટણી વખતે જેતે ગામોમાં સુચિત અનામત વોર્ડની જાતિના મતદારો રહેતા હોય અને તેવા કારણોસર પ્રકારની બેઠકો ખાલી રહેવા પામે છે.

કાયદાની છટકબારીનો ગેર લાભ ઉઠાવી રહ્યાં છે બધા રાજકીય પક્ષો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો