તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એલમપુરમાં 160ને બદલે 102 જ એલઇડી સ્ટ્રીટ લાઇટ નંખાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાનાં એલમપુર ગામે 14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી નંખાયેલ 160 સ્ટ્રીટ લાઇટોમાંથી 58 ગુમ થઇ જતાં તપાસની માંગ કરાઇ છે. ઊના પંથકનાં એલમપુર ગામે 14માં નાણાં પંચ હેઠળ એલઇડી સ્ટ્રીટ લાઇટનાં કામ માટે 4 લાખની ગ્રાન્ટ મેળવાઇ હતી. જેમાં 80 સ્ટ્રીટલાઇટોનો સમાવેશ થયો હતો. બાદમાં પણ 4 લાખની ગ્રાન્ટ મેળવી 160 સ્ટ્રીટ લાઇટ નાંખવાનો નિર્ણય લેવાયો હતો અને ગ્રા.પં.નાં સતાધીશો અને સરપંચે ગેરરીતિ કરી હલકી ગુણવતાવાળી સ્ટ્રીટ લાઇટ નાંખી દીધી હતી. જેથી ગામનાં જ ખોડુભાઇ પીઠાભાઇ મકવાણાએ ઉચ્ચકક્ષાએ રજુઆત સાથે તપાસની માંગ કરી હતી. સ્થળ તપાસ કરતાં 102 જ લાઇટો જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...